January 15, 2025

Health: 100 વર્ષ સુધી જીવવું હોય તો દરરોજ આ 2 કામ જરૂરથી કરો!

Health: આજના સમયમાં લોકોને ખાણીપીણી સાથે હવામાન પણ હવે અસર કરી રહ્યું છે. જેના કારણે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. તો આજે અમે તમને આજે હેલ્થને લઈને એવી માહિતી આપવાના છીએ કે 100 વર્ષ સુધી તમારો સ્વાસ્થ્ય રહેશે જોરદાર.

યોગ્ય જીવનશૈલી અપનાવો
આજના સમયમાં સ્વસ્થ અને ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે. પરંતુ તમારા સ્વાસ્થ્યની જાળવણી રાખવી પણ જરૂરી છે. જો તમે સ્વસ્થ રહેવા માંગો છો તો કેટલીક આદતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે યોગ્ય જીવનશૈલી અપનાવો છો, તો તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો. અમે તમને આજે જે ટીપ્સ જણાવીશું તેની આદત તમે અપનાવી દો તો તમારૂ જીવન સ્વસ્થ અને ફિટ રહેશે.

આ પણ વાંચો: લીવરમાંથી ફેટ ઓછું કરવા માટે ફાયદાકારક છે કોફી

નિયમિત ધ્યાન કરો
મોટા ભાગના લોકો આજના સમયમાં બિમાર જોવા મળે છે. 10 ટકા લોકોમાંથી 9 ટકા લોકોમાં કોઈને કોઈ બિમારી તો તમને જોવા મળશે જ. જો તમે પણ આ બિમારીથી દુર રહેવા માંગો છો તો તમે નિયમિત ધ્યાન કરી શકો છો.તમને જણાવી દઈએ કે નિયમિત ધ્યાનના અગણિત ફાયદા છે અને આમાંનો એક ફાયદો છે આયુષ્ય. ધ્યાન કરવાથી ટેલોમેર્સની લંબાઈ વધે છે. જેના કારણે રોજ ધ્યાન માટે સમય ફાળવીને નિયમિત ધ્યાન કરો.

આંતરડાની સંભાળ રાખો
કહેવાય છે કે કોઈ પણ બિમારીનું કારણ આંતરડા હોય છે. કારણ કે ટ્રિલિયન બેક્ટેરિયા અને અન્ય સુક્ષ્મસજીવો તમારા આંતરડામાં રહે છે, જેને માઇક્રોબાયોમ કહેવાય છે. આ માઇક્રોબાયોમ્સ તમારા પાચન, રોગપ્રતિકારક શક્તિ અને ત્વચાના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. જો તમારા આંતરડાને કોઈને કોઈ કારણથી નુકશાની થઈ રહી છે તો તમે બિમારીને આમંત્રણ આપી રહ્યા છો. તમારે તમારા ખોરાક પર ધ્યાન આપવાનું છે અને જંક ફૂડ, ખાંડ જેવા ખોરાકથી દુર રહો. જેના કારણે તમારુ પાચન બગડી શકે છે. પાચન સરખું ના થવાના કારણે પણ તમને ઘણી સમસ્યાનો સામનો કરવાનો વારો આવી શકે છે. જેના કારણે તમારે ખાવામાં દહીં, લીલી શાકભાજી ખાવું જોઈએ.

હકારાત્મક બનો
લાંબુ આયુષ્ય મેળવવા માટે ખાણીપીણીની સાથે એ પણ જરૂરી છે કે તમે હકારાત્મક વિચાર કરો. તમારા મનને શાંત રાખો અને તણાવમુક્ત રાખો. એક માહિતી અનુસાર સકારાત્મક રહેવાથી તમારા વહેલા મૃત્યુના જોખમને 40 ટકા ઘટાડી શકાય છે. તમારે ચિંતાઓને બદલે સકારાત્મક બાબતો પર ધ્યાન આપવું જોઈએ. આજના સમયની સત્યતા એ છે લોકો કોઈને કોઈ ચિંતામાં હોય છે. જેના કારણે પુરતી ઊંઘ આવતી નથી. જો ઊંઘ પુરી ના થાય તો તમને ઘણી બિમારીઓ થઈ શકે છે. સૌથી પહેલા તો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી બને છે અને બાદમાં હૃદય રોગનું જોખમ પણ વધી શકે છે.

વધુ માહિતી માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.