ભેદી મોત મામલે આરોગ્ય મંત્રી પહોંચ્યા કચ્છના દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત
કચ્છ: કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોમાં થયેલા ભેદી મોતોને લઈને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. તો બીજી બાજુ કચ્છ જિલ્લામાં થયેલા 16 મોતને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તો, આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કચ્છની મુલાકાતે આવ્યા છે. આરોગ્ય મંત્રીએ કચ્છના દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી હતી.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લઈ તેમની સ્વાસ્થ્ય સ્થિતિની પૃચ્છા કરી હતી. તો, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સાથે કચ્છ પ્રભારીમંત્રી પ્રફૂલ પાનશેરિયા પણ હોસ્પિટલની મુલાકાત પહોંચ્યા હતા. આરોગ્ય મંત્રીએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પાસેથી સમગ્ર સ્થિતિની માહિતી મેળવી હતી. તેમજ, વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગને પરિસ્થિતિ મુજબ સત્વરે સ્ક્રીનીંગ ટેસ્ટ કરવા સૂચના આપી છે.
આ પણ વાંચો: સુરતના મહિધરપુરામાંથી કિશોરીની ભગાડી ગયેલા વિધર્મીની તેલંગાણાથી ધરપકડ
તો, દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધા બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોના સ્વાસ્થ્યની દરકાર કરીને તમામ પગલા લઈ રહી છે. આરોગ્યની તમામ પરિસ્થિતિને પહોંચી વળવા આરોગ્ય વિભાગ સુસજ્જ છે.