December 25, 2024

વર્કઆઉટ દરમિયાન કે પછી માથાનો દુખાવો થાય છે? જાણો હોઈ શકે કારણો

Headache After Workout: શું તમને વર્કઆઉટ રોજ કરો છો? પરંતુ તમને વર્કઆઉટ દરમિયાન કે તરત પછી માથાનો દુખાવો થાય છે? જો હા તો આ ગંભીર સમસ્યા બની શકે છે. જો તમને પણ આવું થાય છે તો તેના આ કારણો પણ હોય શકે છે આવો જાણીએ આ અહેવાલમાં.

બ્લડ પ્રેશરમાં વધારો
જ્યારે તમે વર્કઆઉટ કરો છો ત્યારે ક્યારેક બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે જેના કારણે બ્લડ ફ્લો વધી જાય છે અને અચાનક બ્લડ ફ્લો વધી જવાથી પણ માથાનો દુખાવો થઈ શકે છે. ખાસ કરીને ભારે કસરતથી રક્તવાહિનીઓ વિસ્તરે છે, જેનાથી બ્લડ પ્રેશર વધે છે. આવી સ્થિતિમાં માથાનો દુખાવો થઈ શકે છે.

ઓક્સિજનની ઉણપ
ઘણી વખત વર્કઆઉટ કરતી વખતે શરીરને યોગ્ય રીતે ઓક્સિજન મળતો નથી. જેના કારણે મગજમાં ઓક્સિજનની અછત થઈ જાય અને માથામાં દુખાવો થઈ જાય છે. ઘણી કસરત દરમિયાન ઊંડા શ્વાસ લેવા પડે છે. જેના કારણે મગજને પૂરતો ઓક્સિજન મળતો નથી જેના કારણે માથાનો દુખાવો થઈ શકે છે.

ઊંઘનો અભાવ
જો તમને પૂરતી ઊંઘ ન મળી હોય તો પણ વર્કઆઉટ દરમિયાન તમને માથાનો દુખાવો થવાની સંભાવના રહે છે. શરીરમાં થાકનો અનુભવ થાય છે જેના કારણે માથાનો દુખાવો થઈ શકે છે.

આ પણ વાંચો: અંજીર ખાવાના ફાયદા તો છે જ સાથે વાંચો આ નુકસાન પણ થાય છે!

ડિહાઈડ્રેશન
કસરત દરમિયાન શરીરમાં પાણીની ઉણપ થાય છે. જેના કારણે માથું દુખવાની સમસ્યા થઈ શકે છે. જો તમને વર્કઆઉટ દરમિયાન ખૂબ પરસેવો વળે છે તો પ્રવાહી ખોરાક વધારી દેવાનો. વધારે પાણી પીતા રહો.

લો બ્લડ શુગર
વર્કઆઉટ દરમિયાન બ્લડ શુગર લેવલ ઘટવાને કારણે હાઈપોગ્લાયકેમિયા થઈ શકે છે. જે માથાનો દુખાવો પણ કરી શકે છે.

(આ લેખ સામાન્ય માહિતી પર આધારિત છે, શરીરને લગતી કોઈ પણ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ ચોક્કસથી લો)