February 24, 2025

CM બનતા જ બદલાઈ ગયા… EVMના બચાવમાં આવ્યા ઓમર અબ્દુલ્લા તો કોંગ્રેસ કર્યા સવાલ

Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ઈવીએમ સાથે ચેડાંના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે અને કોંગ્રેસને આ મુદ્દે રોતડા રોવાનું બંધ કરવાની સલાહ પણ આપી છે. સીએમ અબ્દુલ્લાના નિવેદન બાદ કોંગ્રેસનો ગુસ્સો વધી ગયો છે અને તેની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસે સવાલ કર્યો છે કે મુખ્યમંત્રી બન્યા પછી અમારા સાથીઓ આવું વર્તન કેમ કરી રહ્યા છે?

કોંગ્રેસના નેતા મનિકમ ટાગોરે કહ્યું, ‘સમાજવાદી પાર્ટી, એનસીપી અને શિવસેના-યુબીટીએ ઈવીએમ વિરુદ્ધ વાત કરી છે. સીએમ ઓમર અબ્દુલ્લા કૃપા કરીને તમારા તથ્યો તપાસો. કોંગ્રેસ સ્પષ્ટપણે CWC પ્રસ્તાવને ચૂંટણી પંચ સમક્ષ જ ઉઠાવે છે. સીએમ બન્યા પછી સાથીદારો પ્રત્યે આવું વલણ કેમ?

ઓમર અબ્દુલ્લાએ શું નિવેદન આપ્યું?
એક ઈન્ટરવ્યુમાં ઓમર અબ્દુલ્લાએ બેફામપણે કહ્યું છે કે હાર માટે ઈવીએમને બલિનો બકરો ન બનાવવો જોઈએ. કોંગ્રેસે ચૂંટણી પરિણામો સ્વીકારવા જોઈએ અને ઈવીએમ પર રડવાનું બંધ કરવું જોઈએ. બીજેપીના વલણને પુનરોચ્ચાર કરતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે એવું ન હોઈ શકે કે જ્યારે તમે ચૂંટણી જીતો ત્યારે તમે પરિણામ સ્વીકારો અને જ્યારે તમે હારી જાઓ ત્યારે તમે ઈવીએમને દોષ આપો.

આ પણ વાંચો: બાંગ્લાદેશની સ્થિતિ પર ભડક્યા શેખ હસીના, મોહમ્મદ યુનુસને ગણાવ્યા ફાસીવાદી

અબ્દુલ્લાએ કહ્યું, ‘જ્યારે એક જ ઈવીએમનો ઉપયોગ કરીને કોંગ્રેસને સોથી વધુ સભ્યો જીતી ગયા છે અને તમે તેને તમારી પાર્ટીની જીત તરીકે ઉજવો છો, તો તમે થોડા મહિનાઓ પછી ફરીને એમ ન કહી શકો કે અમને આ ઈવીએમ પસંદ નથી કારણ કે હવે તમે ઈચ્છો છો તે રીતે ચૂંટણી પરિણામો આવી રહ્યા નથી. અમારે સંસદની નવી ઇમારતની જરૂર હતી.