December 25, 2024

માતા બન્યાના બે દિવસ પછી ઈન્ટરવ્યુ માટે બોલાવાથી HCની GPSCને ફટકાર

અમદાવાદ : ગુજરાતમાં GPSC ઇન્ટરવ્યુને લઇને એક મામલો સામે આવ્યો છે અને આ મામલામં ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વની તરફેણ કરી છે. હકીકતે ઇન્ટરવ્યુ માટે હાજર રહેલા એક ઉમેદવારે બે દિવસ પહેલા જ બાળકને જન્મ આપ્યો હતો, જેના કારણે તે ઇન્ટરવ્યુમાં હાજર રહી શકી ન હતી. આ કારણોસર તેણે ઇન્ટરવ્યુ લંબાવવાની વિનંતી કરી હતી, અરજદારે GPSCને ઈમેલ દ્વારા જાણ કરી હતી કે તેણે તાજેતરમાં જ એક બાળકને જન્મ આપ્યો છે અને વિનંતી કરી હતી કે કાં તો ઈન્ટરવ્યુ મુલતવી રાખવામાં આવે અથવા તેના માટે કોઈ વૈકલ્પિક ઉકેલ આપવામાં આવે. જો કે ઇન્ટરવ્યુ લંબાવવાને લઇને જીપીએસસીએ દ્વારા ફગાવી દેવામાં આવી હતી જેને લઇને ગુજરાત હાઈકોર્ટે જાતીય અસંવેદનશીલતા માટે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ને ફટકાર લગાવી છે. જસ્ટિસ નિખિલ કારિયાલની કોર્ટે કહ્યું કે ઉમેદવાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં હસ્તક્ષેપની જરૂર છે અને GPSCને નોટિસ જારી કરવામાં આવી છે. વધુમાં, કોર્ટે કમિશનને આસિસ્ટન્ટ મેનેજર (ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ) ક્લાસ IIના પરિણામ જાહેર ન કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો જેના માટે મહિલાએ અરજી કરી હતી. કોર્ટે 9 જાન્યુઆરીએ આપેલા આદેશમાં જણાવ્યું હતું કે, “પીટીશનમાં ઉઠાવવામાં આવેલી ફરિયાદ સૌથી પવિત્ર કુદરતી પ્રક્રિયાઓમાંથી એક છે એટલે કે બાળકને જન્મ આપવાની પ્રક્રિયા પ્રત્યે ઉત્તરદાતાઓની સંપૂર્ણ જાતીય અસંવેદનશીલતા દર્શાવે છે.” નોંધનીય છે કે GPSC દ્વારા 2020 માં જાહેરાત કરાયેલ પોસ્ટ માટે પસંદગી માટેની પરીક્ષા 18 ડિસેમ્બર 2023 ના રોજ 1 જાન્યુઆરી અથવા 2 જાન્યુઆરી, 2024 ના રોજ ઇન્ટરવ્યુ તારીખો અંગે જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત કર્યાં હબાદ તે જ દિવસે અરજદારે GPSCને એક ઈમેલ દ્વારા જાણ કરી હતી કે તેણી ગર્ભવતી છે અને તેની ડિલિવરીની તારીખ જાન્યુઆરી 2024 ના પ્રથમ સપ્તાહમાં જ છે વધુમાં કહ્યું કે તેણીની ગર્ભાવસ્થા દરમિયાન આશરે 300 કિમી દૂર ગાંધીનગર સુધી મુસાફરી કરવી અશક્ય છે. બીજી બાજુ જીપીએસસીએ તેના જવાબમાં પૂછ્યું કે શું અરજદાર 2 જાન્યુઆરીએ ઇન્ટરવ્યુ માટે હાજર થઈ શકે છે અને કહ્યું હતું કે તે તારીખ પછી તેને વધુ સમય આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​PMAY(G)ના એક લાખ લાભાર્થીઓને મોટી ભેટ આપી !

ત્રણ વર્ષ પછી પરીક્ષાનું પરિણામ આવ્યું
હાઈકોર્ટે એક આદેશમાં જણાવ્યું હતું કે, અરજદારે પોસ્ટ માટે અરજી કર્યાના ત્રણ વર્ષ પછી લેખિત પરીક્ષાનું પરિણામ 8 ડિસેમ્બર, 2023ના રોજ જાહેર કરવાનું હતું. લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ મહિલાને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, કોર્ટે આદેશમાં કહ્યું, “ઉત્તરદાતાઓનો આવો પ્રતિભાવ સંપૂર્ણ પણે જાતીય અસંવેદનશીલતા દર્શાવે છે, ખાસ કરીને જ્યારે તે સ્પષ્ટ હતું કે અરજદાર તેજસ્વી ઉમેદવાર હતો, ડિલિવરી પછી ત્રીજા દિવસે ઇન્ટરવ્યુમાં હાજરી આપવા માટે તે શારીરિક રીતે સક્ષમ નહીં હોય.