July 27, 2024

સ્ટીલબર્ડના ખાસ ‘શ્રીરામ’ એડિશનના હેલ્મેટ જોયા તમે?

અયોધ્યામાં રાજા રામ બાળ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા છે. તેમના આગમનને લઈને દેશ અને વિદેશમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. એ સમયે ઘણી કંપનીએ પોતાની પ્રોડક્ટ પર છૂટ એટલે કે ડિસ્કાઉન્ટ આપ્યા હતા. જ્યારે કેટલીક કંપનીઓએ ભગવાન શ્રીરામ અને અયોધ્યાની થીમ પર પોતાની પ્રોડક્ટ લોન્ચ કરી હતી. આજ શ્રેણીમાં હેલ્મેટ બનાવતી કંપની સ્ટીલબર્ડે પણ શ્રીરામ એડિશનમાં હેલ્મેટ લોન્ચ કર્યા હતા.સ્ટીલબર્ડ હેલ્મેટ કંપનીએ લોકો માટે ખાસ ડિઝાઇન કરેલી જય શ્રી રામ એડિશન SBH-34 એડિશન લોન્ચ કરી છે. કંપનીએ આ હેલ્મેટ મધ્યમ (580 mm) અને મોટા (600 mm) સાઇઝમાં ઉપલબ્ધ છે.


કલર અને કિંમત

સ્ટીલબર્ડ SBH-34 જય શ્રી રામ એડિશન ગ્લોસી બ્લેક વિથ બોલ્ડ સેફ્રોન અને ગ્લોસી ઓરેન્જ વિથ બ્લેક ડિટેલ્સ જેવા બે આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે. જેની કિંમત રૂ. 1349 એક્સ-શોરૂમ છે. આ સ્પેશિયલ એડિશન હેલ્મેટ અતિ-આધુનિક ટેકનોલોજી સાથે બનાવવામાં આવ્યું છે. સ્ટીલબર્ડના જય શ્રીરામ એડિશન હેલ્મેટમાં ભગવાન શ્રીરામ અને અયોધ્યાના અદભૂત ફોટોઝ છે. જેને ખૂબ જ ઝીણવટથી પ્રિન્ટ કરવામાં આવ્યા છે.

વિશેષતા
સ્ટીલબર્ડ SBH-34 જય શ્રીરામ એડિશન હેલ્મેટની વિશેષતાઓ વિશે વાત કરીએ તો તેમાં થર્મોપ્લાસ્ટિક શેલ છે. જે વધુ સારી સલામતી અને આરામદાયક રહે છે. તેમાં મૈક્સિમમ ઈમ્પૈક્ટ સહેવા માટે હાઈ ડેન્સિટ EPSનો સમાવેશ થાય છે. તેમાં લાગેલા પોલીકાર્બોનેટ (PC) એન્ટી-સ્ક્રેચ કોટેડ વાઈઝર અને બેક રિફ્લેક્ટર સ્પષ્ટતા, વિજિબિલિટી અને રોડ સેફ્ટીને વધારે છે. જ્યારે સ્ટાઇલિશ ડેમ્પર ઈન્ટિરિયર રાઈડરના અનુભવને વધારે છે.


ઈનર સન શીલ્ડ પણ

સ્ટીલબર્ડના આ નવા હેલ્મેટ SBH-34 જય શ્રીરામ એડિશનમાં સરળ અને સુરક્ષિત ફાસ્ટનિંગ માટે એક ઈન્ટેંટ રિલીઝ બકલ પણ છે. જેનાથી રાઇડર્સ ઝડપથી હેલ્મેટ ઓળખી શકે છે. રસ્તા પર ઈનર સન શીલ્ડ પણ સંપૂર્ણ રક્ષણ પૂરું પાડે છે. કોઈપણ પ્રકારની ઋતુ અને ગરમીમાં આંખોને સુરક્ષિત રાખે છે.