January 18, 2025

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનું રાજીનામુ, લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા

Haryana cm manoharlal khattar resign lok Sabha election 2024

ફાઇલ તસવીર

હરિયાણાઃ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે રાજીનામુ આપી દીધું છે. ત્યારે તેમની સરકારના તમામ મંત્રીઓએ પણ રાજીનામુ આપ્યું છે. હવે તેમની જગ્યાએ નાયબ સૈની અને સંજય ભાટિયામાંથી કોઈ એકને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. બંને બિનજાટ છે અને બંને સાંસદ છે. મનોહર લાલ ખટ્ટર લોકસભા ચૂંટણી લડી શકે છે. જેના કારણે આજે બપોરે ભાજપ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. આજે અર્જુન મુંડા અને તરુણ ચુગ ત્યાં નિરીક્ષક તરીકે જઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં બીજેપી અને જેજેપી ગઠબંધન તૂટવાની સંભાવના છે. હરિયાણાની ભાજપ સરકારની કેબિનેટ આજે સામૂહિક રાજીનામું આપી શકે છે. આ પછી હરિયાણા સરકારની કેબિનેટની નવેસરથી રચના કરવામાં આવશે. જનનાયક જનતા પાર્ટીને કેબિનેટમાંથી અલગ કરવાની રણનીતિ બનાવવામાં આવી છે. જેજેપીને આ નવા મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે નહીં. ભાજપને અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે.

સોમવારે મોદીએ વખાણ કર્યા હતા
મહત્વનું છે કે, સોમવારે જ પીએમ મોદીએ સીએમ મનોહર લાલ ખટ્ટરનો ઉલ્લેખ કર્યો હતો. દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરતી વખતે તેમણે જણાવ્યું કે કેવી રીતે તેઓ મનોહર લાલ ખટ્ટરની મોટરસાઈકલની પાછળ બેસીને હરિયાણાની મુલાકાત લેતા હતા અને તે સમયે નાના રસ્તાઓને કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. મનોહર લાલ જી અને હું ઘણા જૂના મિત્રો છીએ. જ્યારે તે મોટરસાયકલ ચલાવતો ત્યારે હું પાછળ બેસી જતો. હું રોહતકથી નીકળીને ગુરુગ્રામ રહેતો હતો. હરિયાણામાં અમારો અવારનવાર પ્રવાસ મોટરસાઇકલ પર થતો અને મને યાદ છે કે તે સમયે અમે મોટરસાઇકલ પર ગુરુગ્રામ આવતા હતા, રસ્તા નાના હતા… ત્યાં ઘણી તકલીફ પડતી હતી. પીએમ મોદીએ દ્વારકા એક્સપ્રેસ વે માટે જનતાને શુભેચ્છા પાઠવી હતી.