December 27, 2024

‘કોંગ્રેસ છોડી દો’… બજરંગ પુનિયાને મળી જાનથી મારી નાખવાની ધમકી

Bajrang Punia received death threats: તાજેતરમાં કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયેલા ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વોટ્સએપ પર વિદેશી નંબર પરથી ધમકી આપવામાં આવી છે. બજરંગને આપેલા ધમકીભર્યા મેસેજરમાં લખવામાં આવ્યું છે કે બજરંગ કોંગ્રેસ છોડી દે નહીંતર તમારા અને તમારા પરિવાર માટે સારું નહીં થાય. આ અમારો છેલ્લો મેસેજ છે. બજરંગે સોનીપતના બહલગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નોંધનીય છે કે, હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન રેસલર વિનેશ ફોગટ અને બજરંગ પુનિયાએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. બંને શુક્રવારે દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. આ પહેલા બંને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.

કોંગ્રેસમાં જોડાયા બાદ વિનેશ ફોગાટે કહ્યું હતું કે તે અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયત્ન કરશે. કોંગ્રેસ અમારા આંસુ સમજ્યા છે. ખરાબ સમયમાં તમને ખબર પડશે કે તમારું કોણ છે. દેશના લોકોની સેવા કરવાનો આ અવસર છે. નવી ઇનિંગ શરૂ કરવી મારા માટે ગર્વની વાત છે. તેમને જુલાનાથી ટિકિટ આપવામાં આવી છે. બજરંગને અખિલ ભારતીય કોંગ્રેસ કિસાનના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્યારે બજરંગ પુનિયાએ કહ્યું કે તેઓ કોંગ્રેસ અને દેશને મજબૂત કરશે. ભાજપ અમારી સાથે ઉભો રહ્યો નથી. કોંગ્રેસમાં આવવાની ટીકા થઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીમાં જોડાતા પહેલા વિનેશ ફોગાટે રેલ્વેમાંથી રાજીનામું આપી દીધું હતું.