January 23, 2025

રાહુલના નિવેદન પર હર્ષ સંઘવીનું ટ્વીટ, ‘તેમના નિવેદન બાદ દેશમાં આંતરિક વિક્ષેપ શરૂ’

અમદાવાદ: લોકસભામાં નેતા વિપક્ષ અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના સિખોને લઈ આપેલા નિવેદનને લઈ વિવાદ વધી રહ્યો છે. રાહુલ ગાંધી તરફથી શીખોની ધાર્મિક સ્વતંત્રતા નહીં હોવાનો આરોપ લગાવ્યા બાદ બીજેપીના શીખ નેતાઓએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન રાહુલ ગાંધીના યુએસમાં આપેલા નિવેદનને લઈ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને રાહુલ ગાંધીને આડેહાથ લીધા છે.

હર્ષ સંઘવીએ રાહુલ ગાંધીના અમેરિકામાં આપેલા નિવેદનને લઈ ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે, ‘રાહુલ ગાંધીએ અમેરિકામાં કહ્યું- ભારતમાં શીખોને સ્વતંત્રતા અને સમાન અધિકાર નથી, ત્યારે ગઈકાલે ચંદીગઢમાં બ્લાસ્ટ થયો હતો. આ ક્રમ દર્શાવે છે કે તેમના નિવેદનનો બાદ તરત જ દેશમાં આંતરિક વિક્ષેપ શરૂ થાય છે… આપણે બિંદુઓને જોડી શકીએ છીએ’.

આ પણ વાંચો: જંગલની વચ્ચે ઝાડના થડમાં છુપાવ્યા હતા હથિયાર, કુપવાડામાં સેનાને મળ્યો હથિયારોનો જથ્થો

શું હતું રાહુલ ગાંધીનું નિવેદન?
નોંધનિય છે કે, અમેરિકા પ્રવાસ પર રાહુલ ગાંધીએ કહ્યું હતું,‘ભારતમાં શીખ સમદાય વચ્ચે તે વાતની ચિંતા છે કે તેમને પાઘડી, કપડા પહેરવાની પરવાનગી મળશે કે નહીં? શું તેઓ ગુરૂદ્વારા જઈ શક્શે કે નહીં? આ ચિંતા માત્ર સિખોની નથી પરંતુ તમામ ધર્મોના લોકોની છે.’