December 22, 2024

‘આરોપીઓને કડકથી કડક સજા થાય…’, ખ્યાતિ હોસ્પિટલને લઈ હર્ષ સંઘવીનું નિવેદન

ગાંઘીનગર : અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંધવીનું નિવેદન સામે આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. આ ઘટનાને લઈને સતત તંત્ર દ્વારા તપાસ ચાલું છે. ત્યારે હવે હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, મહેસાણા તેમજ અમદાવાદમાં તપાસની કામગીરી ઝડપથી ચાલુ છે. તેમજ તમામ ગુનેગારોની નામજોગ ફરિયાદ કરવામાં આવી છે.

આ પણ વાંચો: શુકલતીર્થમાં નર્મદા નદીમાં ન્હાવા ગયેલા 3 લોકો ડૂબ્યા, એક યુવાનનો મળ્યો મૃતદેહ

મળતી માહિતી અનુસાર અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં એન્જીઓપ્લાસ્ટિ બાદ બે લોકોના મોત થયા હતા. જે બાદ પરિવારજનો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનાને પગલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ગુનેગાર તમામ સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે. તેમજ આની ફરિયાદમાં જે કોઈ કલમ છે આજ સુધીની સૌથી વધુ અને કડકમાં કલમોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમામ ગુનેગારોની નામજોગ ફરિયાદ કરવામાં આવી છે. આ સિવાય કોઈ પ્રકારની છટકબારી ન રહે તે માટે હેલ્થ અને પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરી રહી છે. આરોપીઓને કડકથી કડક સજા થાય તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે.