January 18, 2025

નકલી ડોકટર કૌભાંડ મામલે હર્ષ સંઘવીનું નિવેદન, સુરત પોલીસના કર્યા વખાણ

Fake Doctor: નકલી ડોકટર કૌભાંડ બાબતે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, હું ગુજરાતના સૌ નાગરિક વતી સુરત પોલીસને અભિનંદન આપું છું. સુરત પોલીસ દ્વારા ઇન્ફોર્મેશનના આધારે આ નકલી ડોક્ટરોને રંગે હાથે ઝડપી પાડ્યા છે.

આખું ષડયંત્ર માત્ર સુરત પૂરતું ના હતું
કોંગ્રેસ નેતા રસેશ ગુજરાતી દ્વારા અસામાજિક તત્વોને નકલી ડોક્ટરના સર્ટિફિકેટ અપાતા હતા. કોંગ્રેસી રસેશ દ્વારા આખું ષડયંત્ર માત્ર સુરત પૂરતું જ ન હતું. પૈસા લઈને અસામાજિક તત્વો અને ડોક્ટરની ડિગ્રીનો આપવાનું કામ આ રશેસ દ્વારા કરાતું હતું. આ નેટવર્કને પ્રો એક્ટિવ રીતે પકડવું તે જ રાજ્ય સરકારની જવાબદારી છે. ઉપરાંત પોલીસ દ્વારા આ બાબતે અદભુત કાર્ય કરાયું છે. ડોક્ટરને પ્રેક્ટિસ કરવાનો હક હોય છે, જેમની પાસે ખોટી ડિગ્રી છે તે તમામને પકડવામાં આવશે.

જેલના હવાલે કરવાનો સંકલ્પ
હર્ષ સંઘવીએ કહ્યું કે, આવા નકલી ડોક્ટરોની માહિતી લોકોના ધ્યાને આવે તો પોલીસ સ્ટેશનમાં તે માહિતી આપવી જોઈએ. સૌએ સાથે મળીને આ પ્રકારના દૂષણખોરોને એક પછી એક જેલના હવાલે કરવાનો સંકલ્પ કરવો જોઈએ. આપણે આવી દુકાનોની બહાર લાઈનો લગાવી જોઈએ નહીં સરકારે આ બાબતે ખૂબ સારી વ્યવસ્થા કરી છે. રાજ્યના નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર તમામને અમે પકડીશું પછી એ કોઈપણ પક્ષના હોય.

આ પણ વાંચો: વિજ્ઞાન જાથાએ ભૂવાને ભે કરાવી દીધું, બે હાથ જોડી માફી માગી

બી ઝેડ ગ્રૂપ બાબતે નિવેદન
હર્ષ સંઘવીએ કહ્યું કે, સાબરકાંઠામાં બી ઝેડ નામે ચાલતા એક પોનજી સ્કીમ કોઈપણ પ્રકારે કોઈ પણ છૂટછાટ વગર કોઈ પણ ફરિયાદ વગર આ પ્રકારની જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ ત્યારબાદ ભુપેન્દ્ર સરકાર દ્વારા આ કામ કરાયું. કોઈપણ વ્યક્તિ હોય કેવા વ્યક્તિ હોય કે જે નાગરિકોને નુકસાન કરતા હોય તેમાં નાગરિકની ફરિયાદ વગર જ ધ્યાન પર આવતા જ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કડકમાં પગલાં cid ક્રાઈમ દ્વારા ભરવામાં આવ્યા છે. આ ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર છે કોઈપણ હશે કેટલા પણ મોટા હશે અને રાજ્યના નાગરિકો જોડે અને નાગરિકોનું કોઈ પણ પ્રકારે અહિત કરશે તેને છોડવામાં નહીં આવે.