January 9, 2025

‘હાલો માનવીયું મેળે…’ હર્ષ સંઘવીની એક પોસ્ટે ગુજરાતીઓને હિલ્લોળે ચડાવ્યાં

અમદાવાદઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની એક સોશિયલ મીડિયા પોસ્ટે ગુજરાતને હિલ્લોળે ચડાવ્યું છે. તેમણે ગુજરાતની સંસ્કૃતિને વધુ સારી રીતે જાણી શકાય તે માટે એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે.

આ સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે ગુજરાતમાં યોજાતા વિવિધ પ્રકારના મેળાની માહિતી આપવા માટે ગુજરાતીઓને આહ્વાન કર્યું છે. ગુજરાતમાં દરવર્ષે હજારોની સંખ્યામાં મેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે તેમાંના ઘણા મેળા જાણીતા છે, તો ઘણા મેળા સુધી હજુ ગુજરાતીઓ પહોંચી શક્યા નથી. ત્યારે તેની માહિતી ગુજરાતવાસીઓને જણાવવા માટે સોશિયલ મીડિયા પોસ્ટમાં લોકોને આહ્વાન કર્યું છે.

હર્ષ સંઘવીએ કરેલી સોશિયલ મીડિયો પોસ્ટઃ


આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં ગુજરાતના ખૂણે ખૂણેથી લોકોએ પ્રતિભાવ આપ્યો છે. હર્ષ સંઘવીએ પૂછેલા પ્રશ્નનો યોગ્ય જવાબ આપી લોકોએ ગુજરાતની જીવતી જાગતી સંસ્કૃતિની જ્યોતનો પ્રકાશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.

તેમની પોસ્ટમાં અંદાજે 1500 જેટલા અલગ અલગ મેળા વિશે લોકોએ વાત કરી છે. મોટી સંખ્યામાં લોકોએ તેમના જિલ્લામાં ઉજવવામાં આવતા મેળા વિશે વાત કરી છે.