વક્ફની મીટિંગમાં હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે જબરદસ્ત બોલાચાલી
અમદાવાદ: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ વક્ફ બોર્ડને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ કહ્યું, વક્ફ બોર્ડ ખાનગી મિલકત છે. જ્યારે ભાજપ તેને એવું કહી રહ્યું છે કે જાણે તે સરકારી મિલકત છે. ભાજપ અને આરએસએસ ખોટો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે મળેલી વક્ફ બોર્ડની બેઠક દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે શાબ્દીક યુદ્ધ છેડાયું હતું અને વક્ફની મીટિંગમાં ગરમાવો આવી ગયો હતો.
વક્ફ બોર્ડની બેઠકમાં હર્ષ સંઘવી અને ઓવૈસી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વક્ફની મીટિંગમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને AIMIMના સાંસદ અસઉદ્દીન ઓવૈસી વચ્ચે જબરદસ્ત બોલાચાલી થઈ હતી. વક્ફ મામલે ચર્ચામાં AIMIMના સાંસદ અસઉદ્દીન ઓવૈસી બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.
વકફને લઈને યોજાયેલી બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને AIMIM સાંસદ અસુદ્દીન ઓવૈસી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ….#WakfBill #wakfboard #JPC #Ahmedabad #Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat@sanghaviharsh @asadowaisi pic.twitter.com/KjruVBrxmf
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) September 27, 2024
તેમણે કહ્યું કે, જેમ હિંદુ ધર્મમાં સંપત્તિનું દાન કરવામાં આવે છે, તેવી જ રીતે મુસ્લિમોમાં પણ સંપત્તિનું દાન કરવામાં આવે છે. આ સુધારા બિલ એટલા માટે લાવવામાં આવ્યું છે કે વક્ફ બોર્ડને હંમેશ માટે નાબૂદ કરી શકાય. બિલમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ મિલકત સરકાર હેઠળ છે, તેનો નિર્ણય કલેક્ટર લેશે. કલેક્ટર પણ સરકારી અધિકારી છે. રાજ્ય વક્ફ બોર્ડમાં મુસ્લિમ સભ્યો છે. તમે બિન-મુસ્લિમો માટે 8 થી 9 એપોઇન્ટમેન્ટ કરવા માંગો છો.
ઈમરાન ખેડાવાલા મુસ્લિમ સમાજવતી 14 મુદ્દાનું આવેદન પત્ર આપશે
આજે અમદાવાદના સિંધુ ભવન રોડ પર ખાનગી હોટલમાં વક્ફ બિલને લઈને જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઓવૈસી સહિત JPCના 31 સભ્યોની ટીમ હાજર રહી હતી. ત્યાં જ ગૃહ રાજ્યમંત્રી, DGP વિકાસ સહાય બેઠકમાં હાજર રહ્યા હતા. કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ આ બેઠકમા હાજર રહ્યા હતા. વક્ફ એમેડમેન્ટ 2024ના વિરોધમાં ઈમરાન ખેડાવાલા મુસ્લિમ સમાજવતી 14 મુદ્દાનું આવેદન પત્ર આપશે. આ મામલે ખેડાવાલાએ પત્રકારો સમક્ષ કહ્યું હતું કે, જો વક્ફ બોર્ડમાં સુધારો થશે તો જે તે રાજ્યના બોર્ડના ચેરમેન માત્ર ટપાલ આપનાર બની જશે. જો કલેક્ટરને સત્તા સોપવામાં આવશે તો વક્ફની સંસ્થાઓ કલેક્ટર હસ્તક થશે. મદરેસા, કબ્રસ્તાન, મસ્જિદ સહિતની સંસ્થા કલેક્ટરને આધીન થશે. જો કોઇએ નવું ટ્રસ્ટ નોંધાવવું હશે તો તે કલેક્ટરના નિર્ણય પર આધાર રાખવો પડશે.