હર્ષ સંઘવીના જન્મદિવસની ‘સેવા દિવસ’ તરીકે ઉજવણી, તમામ લોકોનો આભાર માન્યો
અમિત રુપાપરા, સુરતઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જન્મદિવસ નિમિત્તે અલગ અલગ સેવા કાર્યો કરીને ‘સેવા દિવસ’ તરીકે ઉજવણી કરી છે. સૌપ્રથમ તેમને ગાંધીનગરની દિવ્યાંગ સ્કૂલમાં બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. ત્યારબાદ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે બાળકો માટે શરૂ કરવામાં આવેલા કિડ્સ રૂમની મુલાકાત લીધી અને બાળકોને નાસ્તાની કીટનું વિતરણ કર્યું હતું. ત્યારબાદ નવી સિવિલ હોસ્પિટલના દર્દીઓને સાથે મુલાકાત કરી તેમને મેડિકલ કીટ તેમજ ભોજન પણ પીરસ્યું હતું.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં ‘સેવા દિવસ’ તરીકે કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં અલગ અલગ સામાજિક સંસ્થા દ્વારા 70 કરતાં વધારે અલગ અલગ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા કિડ્સ રૂમની મુલાકાત લેવામાં આવી હતી. આ સાથે જ નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સાથે મુલાકાત પણ કરવામાં આવી હતી.
નિરામય ગામથી લઈને ભારતનો શુભ સંકલ્પ !
સુરત ખાતે આજરોજ નવીન એમ્બ્યુલન્સને લોક સેવા માટે અર્પણ કરી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના નિરામય ભારતના સ્વપ્નને સાકાર કરવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ઔચિત્યપૂર્ણ પગલાં લેવાય… pic.twitter.com/4CQGq0hLoz— Harsh Sanghavi (@sanghaviharsh) January 8, 2025
દર્દીઓને મેડિકલ કીટનું વિતરણ કર્યા બાદ તેમને ભોજન પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પીરસવામાં આવ્યું હતું. આ સમગ્ર રાજ્યમાં સેવાકીય કાર્યો કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસની ઉજવણી કરનારી તમામ સામાજિક સંસ્થા, તેમજ તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તેમજ તમામ લોકોનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
તેમણે આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, 40મા જન્મદિવસ નિમિત્તે વહેલી સવારથી જ દર વર્ષની જેમ આજનો દિવસ પણ સેવા દિવસ તરીકે મનાવવામાં આવ્યો છે. ગુજરાતમાં વિવિધ જગ્યાઓ પર વૃદ્ધાશ્રમ હોય, અનાથ આશ્રમ હોય તેમાં અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા આજે આ કાર્યક્રમની સેવા કરીને ઉજવણી કરી તે બદલ આપ સૌ સામાજિક સંસ્થાઓનો હું આભારી છું. પહેલા સવારે દિવ્યાંગ સ્કૂલ ગાંધીનગરથી દિવસની શરૂઆત કરી. તેમની જોડે થોડા ખુશીના પળ બનાવવાનો અવસર મળ્યો. એ જ રીતે સુરત આવતાની સાથે મારા મત વિસ્તારમાં એક મોબાઇલ ક્લિનિક બનાવવામાં આવ્યુ છે. તેના માધ્યમથી વિસ્તારના અલગ અલગ સોસાયટીઓમાં વડીલોને બાળકોને હોસ્પિટલ ક્લિનિક સુધી ન લઈ જવા પડે અને સામાન્ય બીમારીની તપાસ સ્થળ પર થઈ જાય તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી.
પ્રભુ દર્શન અને જનતાના સ્નેહનું વર્ષણ !
સુરતમાં પાંડેસરા ખાતે પ્રભુ શ્રી જગન્નાથજીના મંદિરે દર્શને કરીને સર્વના શુભ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી.
આ વિસ્તારના નાગરિકો દ્વારા જે સ્નેહ અને આદર આપવામાં આવ્યો તે બદલ સૌનો નતમસ્તક ઋણ સ્વીકાર કરું છું. pic.twitter.com/NCZzt1X4NK
— Harsh Sanghavi (@sanghaviharsh) January 8, 2025
તેઓ વધુમાં જણાવે છે કે, આ જ પ્રકારે 70થી વધારે સામાજિક કાર્યોનું સુરતમાં આયોજન કરવામાં આવ્યા હતા. આ સામાજિક કાર્યોમાં ખૂબ મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, સામાજિક કાર્યકર્તાઓ, મારા યુવાન સાથીઓ, ભાજપના અલગ અલગ વોર્ડના કોર્પોરેટરો જોડાયા હતા. આપ સૌ લોકોનો હું આભારી છું કે કોઈપણ પ્રકારના ઉત્સવોના બદલે સેવા કાર્યથી વધુમાં વધુ લોકોને મદદ કેવી રીતે પહોંચાડી શકાય તે દિશામાં આજે કાર્યક્રમો કરવામાં આવ્યા છે.
ખાસ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં નાના-નાના બાળકોની સારવાર ચાલતી હોય ત્યારે આ બાળકો માટે ખાસ રમવાના સાધનો, રમવા માટેની અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેની જોડે જોડે અહીંયા ડોક્ટરો તેમજ લોકોને મળવાનું થયું હતું. તેમના માટે ભોજન અને કિટની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.