November 14, 2024

Harry Potter સિરીઝ લખનાર જેકે રોલિંગ મહિલા બોક્સિંગ મેચ અંગે ભડક્યા

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક્સ-2024માં મહિલા બોક્સિંગ દરમિયાન એક મેચ પર વિવાદ થયો હતો. પ્રશંસકોની સાથે સાથે ઘણા મહાનુભાવો પણ આ મેચને લઈને IOC પર પ્રહારો કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે IOCએ મહિલાની કેટેગરીમાં પુરૂષ બોક્સરોને સામેલ કર્યાં છે. બીજી બાજુ, હેરી પોટર સિરીઝ લખનાર જેકે રોલિંગે પણ આ મેચને વખોડી છે. મહિલા બોક્સિંગ મેચ બાદ જેકે રોલિંગે ગુસ્સો ઠાલવ્યો હતો. રોલિગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, આ આખો દોરો જુઓ, પછી સ્પષ્ટ કરો કે, તમારા મનોરંજન માટે એક પુરુષ સ્ત્રીને બધાની સામે મારતો હોય એ વાતથી તમને વાંધો કેમ નથી આવતો? આ એક રમત નથી. લાલ ડ્રેસમાં ગુંડાગર્દીથી માંડીને આયોજકો સુધી કે જેમણે આવું થવા દીધું, આ બધા પુરુષો સ્ત્રીઓ પર તેમની શક્તિનો આનંદ માણવાના ઉદાહરણો છે.

આ મામલે સૌથી મોટો સવાલ એ છે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એથ્લેટનું લિંગ કેવી રીતે નક્કી કરે છે. યુએસએ ટુડે અનુસાર, IOC પ્રવક્તા માર્ક એડમ્સે આ મામલે કહ્યું, હું એટલું જ કહીશ કે જે પણ મહિલા છે તે તમામ પાત્રતા નિયમોનું પાલન કરે છે. તેના પાસપોર્ટમાં તે મહિલા છે. બસ આ જ વાત છે.’

નોંધનીય છે કે, અગાઉના કેસમાં ટેસ્ટોસ્ટેરોન ટેસ્ટ દ્વારા જ આવા નિર્ણય લેવામાં આવતા હતા. બે વખતની ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા ટ્રેક અને ફીલ્ડ એથ્લેટ કેસ્ટર સેમેન્યાને 400 મીટરમાં દોડવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો, કારણ કે વર્લ્ડ એથ્લેટિક્સ ટેસ્ટમાં તેના ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ખૂબ જ ઊંચું જોવા મળ્યું હતું.

નોંધનીય છે કે, મહિલા બોક્સિંગ મેચ બાદ હોબાળો મચી ગયો છે. કુલ 46 સેકન્ડ સુધી ચાલેલી આ મેચે આખી દુનિયામાં ચર્ચા જગાવી છે. 66 કિગ્રાના રાઉન્ડ ઓફ 16ની આ મેચ ઈટલીની એન્જેલા કરિની અને અલ્જીરિયાની ઈમાન ખલીફ વચ્ચે રમાઈ હતી. માત્ર 46 સેકન્ડ સુધી ચાલેલી આ મેચમાંથી કરિની રડતી બહાર નીકળી ગઈ હતી અને પછી રેફરીએ ઈમાનને વિજેતા જાહેર કરી. હવે આ હારને લઈને ભારે હોબાળો મચી ગયો છે. ઇલોન મસ્ક અને લેખક જેકે રોલિંગ સહિત ઘણા લોકોએ આ મુદ્દા પર પોસ્ટ કર્યું છે.

હકિકતે, ઈમાનને 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી. આવું એટલા માટે થયું કારણ કે તે લિંગ પરીક્ષણમાં નાપાસ થઈ હતી. ઈમાન જ્યારથી પેરિસ આવી છે ત્યારથી આ અંગે ઘણી ચર્ચા થઈ હતી. ગયા વર્ષે લિંગ પરિક્ષણમાં નિષ્ફળ ગયેલી ઈમાન પાસેથી થોડા મુક્કા માર્યા બાદ કરિનીએ મેચ છોડવાનો નિર્ણય લીધો હતો.

બહાર જતા પહેલા ઈમાનના મુક્કાને કારણે ઓછામાં ઓછા એક વખત કરિનીના માથા પરનો ગિયર તેની જગ્યાએથી ખસી ગયો હતો. રેફરીએ ઈમાનને વિજેતા જાહેર કર્યા બાદ કરિનીએ તેની સાથે હાથ પણ મિલાવ્યો ન હતો. તે માત્ર રડતી હતી. ઘૂંટણ પર બેસીને કરીની રિંગમાં લાંબા સમય સુધી રડતી રહી. એવા અહેવાલો છે કે આ મુકાબલો દરમિયાન કરીનીનું નાક તૂટી ગયું છે. બાદમાં કરિનીએ એ પણ જણાવ્યું કે તેને નાકમાં ખૂબ દુખાવો થતો હતો. કારિનીના કપડા પર પણ લોહી હતું. તેણે કહ્યું, ‘મને મારા નાકમાં ખૂબ દુખાવો થતો હતો. અને બોક્સરની પરિપક્વતા સાથે, મેં પૂરતું કહ્યું. કારણ કે હું મેચ પૂરી ન કરી શકત.