January 23, 2025

હરમનપ્રીત પ્રથમ મેચમાંથી બહાર, આ ખેલાડીને સોંપાઈ જવાબદારી

IND-W vs NZ-W: ભારત અને ન્યુઝીલેન્ડની મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની અમદાવાદના મેદાન પર રમાઇ રહી છે. હવે હરમનપ્રીત કૌર આ સિરીઝમાંથી બહાર થઈ ગયું છે. તેની પાછળનું કારણ તેણીનું અનફિટ હોવું છે. આવી સ્થિતિમાં ભારતીય મહિલા ટીમની કમાન સ્મૃતિ મંધાનાને સોંપવામાં આવી છે.

મહિલા ટીમો મેદાન પર આમને-સામને
પ્રથમ મેચ અમદાવાદના મેદાન પર રમવાની છે. એક તરફ ભારત અને ન્યુઝીલેન્ડની પુરૂષ ટીમ વચ્ચે પુણેના મેદાન પર ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ બીજી મેચ રમાઈ રહી છે. તો બીજી તરફ બંને દેશોની મહિલા ટીમો મેદાન પર આમને-સામને થશે. સ્મૃતિ મંધાને ટીમની કમાન સોંપવામાં આવી છે. સત્તાવાર માહિતી BCCI દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ વિશે માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચો: ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, હથિયાર સાથે એકની ધરપકડ

ભારતીય મહિલા ટીમઃ દયાલન હેમલતા, જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, તેજલ હસબનીસ, રાધા યાદવ, સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), અરુંધતી રેડ્ડી, સાયમા ઠાકોર, રેણુકા ઠાકુર સિંહ.

ન્યુઝીલેન્ડની મહિલા ટીમ: બ્રુક હેલીડે, મેડી ગ્રીન, ઇસાબેલા ગેજ (wk), લોરેન ડાઉન, જેસ કેર, સુઝી બેટ્સ, જ્યોર્જિયા પ્લિમર, એમેલિયા કેર, સોફી ડેવાઇન (C), મોલી પેનફોલ્ડ, એડન કાર્સન.