November 15, 2024

હરમનપ્રીત કૌરે બતાવી પોતાની જૂની સ્ટાઈલ, તોડ્યો 6 વર્ષ જૂનો રેકોર્ડ

IND-W vs SL-W: UAEમાં રમાઈ રહેલા ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 માં ભારતીય ટીમે તેની ત્રીજી ગ્રુપ મેચમાં શ્રીલંકાની ટીમને 82 રને હાર આપી હતી. એકતરફી હરાવીને શાનદાર જીત પ્રાપ્ત કરી હતી. આ મેચ દરમિયાન કેપ્ટન હરમનપ્રીત કૌરની બેટ સાથે આક્રમક સ્ટાઈલ જોવા મળી હતી.

હરમનપ્રીત કૌરની જૂની શૈલી જોવા મળી
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024માં દુબઈના મેદાન પર શ્રીલંકા સામે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખાસ જોવા મળ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 172 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન હરમનપ્રીત કૌરની એ જ જૂની શૈલી જોવા મળી હતી. હરમનપ્રીત કૌરે માત્ર 27 બોલમાં 8 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 52 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ શાનદાર ઇનિંગના આધારે હરમનપ્રીત કૌરે સ્મૃતિ મંધાનાનો 6 વર્ષ જૂનો મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત

મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી
હરમનપ્રીત કૌર – 27 બોલ ( શ્રીલંકા, દુબઈ, વર્ષ 2024)
સ્મૃતિ મંધાના – 31 બોલ (ઓસ્ટ્રેલિયા, ગયાના, 2018)
હરમનપ્રીત કૌર – 32 બોલ (ઓસ્ટ્રેલિયા, કેપ ટાઉન, 2023)
હરમનપ્રીત કૌર – 33 બોલ ( ન્યુઝીલેન્ડ, ગયાના, 2018)
મિતાલી રાજ – 36 બોલ ( શ્રીલંકા, બાસેટેરે, 2010)

ઓસ્ટ્રેલિયા સામે જીત જરૂરી
શ્રીલંકા સામેની મેચમાં જ્યાં ભારતીય ટીમે 82 રને જીત મેળવીને તેની ખરાબ નેટ રન રેટમાં સંપૂર્ણ સુધારો કર્યો હતો. હવે ઓસ્ટ્રેલિયા સામે તેને 13 રન જરૂરી છે સેમિફાઇનલમાં પહોંચવા માટે ઓક્ટોબરમાં યોજાનારી તેમની છેલ્લી ગ્રુપ મેચ જીતવા માટે. જોકે ટીમ ઈન્ડિયા માટે આ કામ સરળ નથી. ટીમ ઈન્ડિયાએ પહેલી મેચમાં હાર બાદ બીજી મેચમાં પુનરાગમન કર્યું છે.