Harmanpreet Kaurએ હાંસલ કર્યું વિશેષ સ્થાન, આવું કરનારી પ્રથમ કેપ્ટન બની

INDW vs SAW: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામેની એક મેચની ટેસ્ટ શ્રેણી 10 વિકેટથી જીત પ્રાપ્ત કરી લીધી છે. જીતની સાથે ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે મહિલા ટેસ્ટ ક્રિકેટમાં એક રેકોર્ડ બનાવ્યો છે.
એક સિદ્ધિ મેળવી છે
મેન T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને હરાવીને જીત પ્રાપ્ત કરી છે. તો બીજી બાજૂ મહિલા ટીમે આફ્રિકન મહિલા ટીમ સામે ઘરઆંગણે એક મેચની ટેસ્ટ શ્રેણી રમી હતી. જેમાં કેપ્ટન તરીકે હરમનપ્રીત કૌરે એક એવી સિદ્ધિ મેળવી છે જે મહિલા ટેસ્ટ ક્રિકેટમાં આ પહેલા કોઈ કેપ્ટન કરી શકી ન હતી. આ રેકોર્ડમાં હરમનપ્રીત કૌરએ સતત 3 મેચ જીતી છે. જેમાં , દક્ષિણ આફ્રિકા સામે ચેન્નાઈ ટેસ્ટ, ગત વર્ષે ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ મેચ ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમને પણ હરાવી હતી. આ જીતની સાથે તેના નેતૃત્વમાં ટીમે સતત 3 મેચ જીતી છે.
આ પણ વાંચો: કોહલી અને રોહિત ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે કે નહીં?
બોલરોએ પોતાનું કૌશલ્ય બતાવ્યું
આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરી હતી. ભારતીય ટીમે 603 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ તેની પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 266 રન સુધી જ સિમિત રહી ગઈ હતી. ભારતીય ટીમમાંથી સ્નેહ રાણાનું બોલિંગમાં જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તેણે 25.3માં 77 રન આપીને 8 વિકેટ લીધી હતી. ભારતની બીજી ઈનિંગમાં ત્રણ બોલરોનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. શેફાલી વર્માએ પ્રથમ દાવમાં 205 રન સ્મૃ