November 25, 2024

ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ફાસ્ટ બોલરની તબિયત લથડી

Shardul Thakur Hospital: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી શાર્દુલ ઠાકુર હાલમાં ઈરાની કપ 2024માં મુંબઈ તરફથી રમતો જોવા મળી રહ્યો હતો. લખનૌમાં રમાઈ રહેલી ઈરાની કપ મેચમાં બીજા દિવસે તે શાર્દુલ બેટિંગ કરવા આવ્યો હતો. આ પછી તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

શાર્દુલને હળવો તાવ
એક રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે તેને મેચના પહેલા દિવસે જ હળવો તાવ હતો. બીજા દિવસે મેચ બાદ તરત જ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે તેને તાવ હોવા છતા તે 36 રનની ઇનિંગ પણ રમ્યો હતો. એક મીડિયામાં આપેલી માહિતી પ્રમાણે તેની આખો દિવસ તબિયત સારી ન હતી. તેને ખૂબ તાવ આવ્યો હતો. તે શરીરમાં નબળાઈ અનુભવી રહ્યો હતો. આ પછી તે ડ્રેસિંગમાં જ સૂઈ ગયો હતો. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તેનો મેલેરિયા અને ડેન્ગ્યુનો રિપોર્ટ કરવામાં આવ્યો છે. રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ત્યાર પછી ખરું કારણ સામે આવશે.

આ પણ વાંચો: ટેસ્ટ મેચમાં સુરક્ષા હેતુ પહોંચી વાનરસેના, ક્રિકેટ બોર્ડે કર્યો મોટો નિર્ણય

ત્રણેય ફોર્મેટ રમે છે
શાર્દુલ એક એવો ખેલાડી છે જે ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટ રમે છે. ટેસ્ટમાં બોલિંગ દરમિયાન 31 વિકેટ લીધી છે. બેટિંગની વાત કરવામાં આવે તો તેણે 331 રન બનાવ્યા છે. T20 ઈન્ટરનેશનલમાં તેણે 33 વિકેટ ઝડપી છે. તેણે બેટિંગમાં 69 રન બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી મેચ ડિસેમ્બર 2022માં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ મેચ રમી હતી.