December 24, 2024

Hardik Pandya અને Suryakumar Yadavમાંથી બેસ્ટ કેપ્ટન કોણ?

Haridk Pandya vs Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવ T20 ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન હશે. બીસીસીઆઈએ તેની જાહેરાત કરી દીધી છે. શ્રીલંકા સામેની ટી-20 સીરીઝ માટે સુકાનીપદ સૂર્યકુમાર યાદવ સંભાળતો જોવા મળશે.  એવું કહીએ તો પણ ખોટું નથી કે હાર્દિકનું પત્તું કપાઈ ગયું છે. તેને વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો નથી. શુભમન ગિલની કિસ્મત એક બાદ એક ખુલી રહી છે. હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવે અત્યાર સુધીમાં કેટલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત માટે કેપ્ટનશિપ કરી છે. તેમના આંકડા કેવા છે?

હાર્દિકના કેપ્ટનશિપના આંકડા
હાર્દિક પંડ્યા હોય કે સૂર્યકુમાર યાદવ, બંને સમયાંતરે ટી-20 ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતા જોવા મળી રહ્યા છે. એટલે બંને માટે કંઈ નવું નથી. હાર્દિક પંડ્યાની વાત કરીએ. હાર્દિકે અત્યાર સુધી કુલ 16 મેચમાં ભારતની ટીમની કમાન સંભાળી છે. જેમાંથી 10 મેચમાં ટીમ ભારત જીતી છે. 5 મેચમાં હાર અને 1 મેચ ટાઈ થઈ હતી. જીતની ટકાવારી વિશે વાત કરીએ, તો તે 62.60 છે, તેથી તે ખૂબ સારી કહી શકાય.

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપના આંકડા
જો સૂર્યકુમાર યાદવની વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં કુલ 7 T20 ઈન્ટરનેશનલ મેચોમાં કેપ્ટનશિપ કરી છે. જેમાંથી 5 મેચમાં જીત અને 2 મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જીતની ટકાવારની વાત કરવામાં આવે તો 71.42 છે. આ વખતે જે ટીમની પસંદગી કરવામાં આવી છે તેમાં મોટા ભાગના યુવાન ખેલાડીઓ છે. તેથી તેમની પાસેથી સારું પ્રદર્શન કેવી રીતે મેળવવું તે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

આ પણ વાંચો: India W VS Pakistan W મેચમાં પીચ આવી હશે, મહામુકાબલાનું કાઉન્ટડાઉન શરૂ

T20 ટીમ ઈન્ડિયાઃ રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સન સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રવિ બિશ્નોઈ , અર્શદીપ સિંહ , ખલીલ અહેમદ , મોહમ્મદ. સિરાજ.

ODI ટીમ ઈન્ડિયાઃરિષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ , રાયન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.