January 16, 2025

હાર્દિક પંડ્યા ગ્રીસમાં એકલો નહીં પણ આ હસિના સાથે છે… શું બન્ને વચ્ચે ચાલી રહ્યું છે ઈલુ… ઈલુ…

Hardik Pandya: ક્રિકેટર હાર્દિક પંડ્યા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. થોડાક દિવસ પહેલાં હાર્દિક પંડ્યાએ પત્ની નતાશાથી અલગ થવાની જાહેરાત કરી હતી. હાર્દિક પંડ્યા અને નતાશાએ એક સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યું છે કે બંને હવે અલગ થઈ ગયા છે અને આ પરસ્પર સંમતિથી થયું છે. આ સમગ્ર ઘટના બાદ નતાશા સ્ટેનકોવિકે દેશ છોડી દીધો હતો. હવે આ દરમિયાન હાર્દિક પંડ્યાની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરો જોનારા દાવો કરી રહ્યા છે કે હાર્દિક પંડ્યાના જીવનમાં એક સુંદર મહિલા આવી છે અને તેના જીવનમાં રોમાંસ પાછો ફર્યો છે. હવે આવો તમને જણાવીએ કે શું છે સમગ્ર મામલો.

વાયરલ તસવીરોથી ઉઠ્યા પ્રશ્નો
નતાશાથી અલગ થવાનું કારણ આજ સુધી સામે આવ્યું નથી. બંનેમાંથી કોઈએ અલગ થવાનું સત્તાવાર કારણ શું હતું તે જણાવ્યું, પરંતુ તાજેતરમાં નતાશા દ્વારા લાઈક કરવામાં આવેલી ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે જે છેતરપિંડી સાથે સંબંધિત હતી. આ જોયા પછી લોકો તેને એક્ટ્રેસનો ઈશારો માનવા લાગ્યા. ઘણા લોકો હાર્દિકને ટ્રોલ કરવા લાગ્યા કે તેણે નતાશા સાથે છેતરપિંડી કરી છે. હાલ તો આ વાતમાં કેટલું સત્ય છે તે હજુ સામે આવ્યું નથી. પરંતુ આ દરમિયાન કેટલીક તસવીરો વાયરલ થતાં એક નવી અફવાએ જોર પકડ્યું છે. સામે આવેલી તસવીરો ગ્રીસની છે. હાર્દિક પંડ્યા રજાઓ ગાળવા ગ્રીસ ગયો છે અને ત્યાંથી તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેને જોયા બાદ સ્પષ્ટ થાય છે કે તે ત્યાં એકલો નથી. પરંતુ તેની સાથે જાસ્મિન વાલિયા છે.

તસવીર જોઈને લોકો અનુમાન લગાવવા લાગ્યા
તમને જણાવી દઈએ કે બંનેએ ગ્રીસના એક જ રિસોર્ટમાંથી તસવીરો અને વીડિયો શેર કર્યા છે. બંને એક જ પૂલની સામે મેચિંગ કપડાંમાં જોવા મળે છે. હા, જાસ્મિન બ્લુ બિકીની અને બ્લુ શર્ટમાં જોવા મળી રહી છે, તો હાર્દિકે પણ મેચિંગ બ્લુ ટી-શર્ટ પહેરી છે. આ જોઈને જ લોકો સમજી ગયા છે કે બંને સાથે છે અને સાથે વેકેશન વિતાવી રહ્યા છે. આવી સ્થિતિમાં એક વ્યક્તિએ કોમેન્ટમાં લખ્યું કે, ‘હાર્દિક પંડ્યા અને તમે એકસાથે નવું લવ કપલ ગ્રીસમાં એન્જોય કરી રહ્યાં છો.’ અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘હાર્દિક પંડ્યા ક્યાં છે?’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ હાર્દિકની નવી ગર્લફ્રેન્ડ છે.’

 

View this post on Instagram

 

A post shared by Jasmin Walia (@jasminwalia)

કોણ છે જાસ્મીન વાલિયા?
તમને જણાવી દઈએ કે, જાસ્મીન વાલિયા એક બ્રિટિશ સિંગર અને ટીવી પર્સનાલિટી છે. બ્રિટિશ મૂળની જાસ્મીન વાલિયાનો જન્મ એસેક્સમાં થયો હતો. તેના માતા-પિતા ભારતીય મૂળના છે. જાસ્મીન બ્રિટિશ રિયાલિટી ટીવી શ્રેણી ધ ઓન્લી વે ઈઝ એસેક્સનો ભાગ હતી. જાસ્મીને પહેલીવાર જેક નાઈટ સાથે પરફોર્મ કર્યું હતું. આ પછી, તે વર્ષ 2018માં બોલિવૂડ ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ના ગીત ‘બોમ ડિગ્ગી ડિગ્ગી’ની રીમેક માટે ચર્ચામાં આવી હતી. તે આસિમ રિયાઝ સાથે ‘નાઈટ એન ફાઈટસ’ ગીતમાં પણ જોવા મળી હતી. બંનેની કેમેસ્ટ્રી પસંદ આવી હતી. જાસ્મિનના ઈન્સ્ટાગ્રામ પર 6.4 લાખ અને તેની યુટ્યુબ ચેનલ પર 5.7 લાખ ફોલોઅર્સ છે.