December 19, 2024

Hardik Pandya Divorce: હાર્દિક પંડ્યાની પ્રોપર્ટીનો 70 ટકા હિસ્સો નતાશાને મળશે!

Hardik Pandya Natasa Stankovic: હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડાના સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હવે મિલકતને લઈને પણ અલગ અલગ સમાચારો સામે આવી રહ્યા છે. એક રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે પંડ્યાની પ્રોપર્ટીનો 70 ટકા હિસ્સો નતાશાને મળશે.

હાર્દિકનો સમય ખરાબ
આઈપીએલ 2024ની આ વખતની સિઝનમાં હાર્દિકનું પ્રદર્શન ખુબ ખરાબ જોવા મળી રહ્યું છે. હવે એવી મહિતી ફેલાઈ રહી છે કે તેની પત્ની નતાશા તેની સાથે છૂટાછેડા લેવાની છે. જોકે આ વિશે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. હજૂ તો એમના છૂટાછેડા થવાના છે કે નહીં તે વિશે કહેવું મુશ્કેલ છે તે પહેલા એક રિપોર્ટમાં એવી માહિતી આપવામાં આવી છે કે હાર્દિકના નતાશા સાથે છૂટાછેડા થશે. આ સાથે હાર્દિક પોતાની મિલકતમાંથી 70 ટકા ભાગ નતાશાને આપશે. હવે આ રિપોર્ટ ખરો છે કે પછી કે અફવા તે કહેવું મુશ્કેલ છે.

આ પણ વાંચો: RRની ટીમને ‘પડ્યા ઉપર પાટુ’, આ ખેલાડીને આચારસંહિતાના ભંગ બદલ દંડ

સોશિયલ મીડિયા પર વાયરલ
હાર્દિક સતત ચર્ચા જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર હાર્દિકની પોસ્ટ ખુબ વાયરલ થઈ રહી છે. પંડ્યા કરોડોની સંપત્તિના માલિક છે. IPL માટે મળેલી મેચ ફીની સાથે તેઓ બીજી રીતે પણ કમાણી કરે છે. છેલ્લા ઘણા સમયથી હાર્દિક અને નતાશા સાથે જોવા મળ્યા નથી. છેલ્લે 14 તારીખના સાથે જોવા મળ્યા હતા. જેનો ફોટો તેમણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. હાર્દિક હાલ મુંબઈની ટીમનો ભાગે છે. આ પહેલા તેઓ ગુજરાતની ટીમની કમાન તેમના હાથમાં હતી. તેમને ભારતીય ક્રિકેટ ટીમ તરફથી મેચ ફી પણ મળે છે. મુંબઈ ઈન્ડિયન્સન તરફથી ફી તરીકે 15 કરોડ રૂપિયા મળે છે. એક માહિતી પ્રમાણે વડોદરામાં તેનું પેન્ટહાઉસ છે, તેણે 30 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.