મેચની વચ્ચે હાર્દિક પંડ્યાનું બેટ કેમ ચેક કરવામાં આવ્યું?

Hardik Pandya: IPL 2025 ની 29મી મેચ રવિવારે રમાઈ હતી. જેમાં મુંબઈ અને દિલ્હીની ટીમનો આમનો-સામનો થયો હતો. આ મેચ સમયે અમ્પાયરો હાર્દિક પંડ્યાના બેટની તપાસ કરતા જોવા મળ્યા હતા. આવો જાણીએ કે આવું કેમ કર્યું.
આ પણ વાંચો: માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું, 40 વિઘા જમીનમાં પાણી ફરી વળ્યું
અમ્પાયરે ત્રણ ખેલાડીઓના બેટ તપાસ્યા
અમ્પાયરે દિલ્હી અને મુંબઈ વચ્ચેની મેચમાં હાર્દિકનું બેટ ચેક કર્યું હતું. હાર્દિકના બેટને તપાસવા માટે એક ઉપકરણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 13 એપ્રિલે રમાયેલી બે મેચમાં આ ત્રીજી ઘટના હતી. આ પહેલો બનાવ ના હતો. આ પહેલા શિમરોન હેટમાયર અને ફિલિપ સોલ્ટના બેટની પણ તપાસ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે IPLમાં અમ્પાયરને કોઈપણ બેટ્સમેનનું બેટ ચેક કરી શકે છે. આઈપીએલના નિયમ 5.7 મુજબ બેટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિયમ બેટના કદને લગતો છે. જોકે, IPLના નિયમોમાં બેટના કદના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કોઈ દંડ નથી. જો બેટ IPLના નિયમો મુજબ ન હોય તો તે કિસ્સામાં બેટ્સમેનને બીજું બેટ વાપરવાનું કહેવામાં આવે છે.