December 23, 2024

સૂર્યકુમાર યાદવે જણાવ્યું આ કારણથી હાર્દિક પંડ્યાએ બીજી T20 મેચમાં બોલિંગ ના કરી

IND vs BAN: દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ત્રણ મેચની T20 સિરીઝની બીજી મેચમાં ભારતીય ટીમનું એકતરફી પ્રદર્શન જોવા મળ્યું હતું. આ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાએ કુલ 7 બોલરો સાથે બોલિંગ કરી હતી. પરંતુ મહત્વની વાત એ હતી કે હાર્દિક પંડ્યાએ એક પણ ઓવર નાંખી નહોતી. આ વિશેનું કારણ સૂર્યકુમાર યાદવે મેચ બાદ જણાવ્યું હતું.

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહી આ વાત
બાંગ્લાદેશ સામેની બીજી T20 મેચમાં જીત બાદ ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ વિશે કહ્યું હતું કે હું એ જોવા માંગતો હતો કે અમારા મધ્યમ ક્રમના બેટ્સમેનો આવી પરિસ્થિતિઓમાં તેનું કેવું પ્રદર્શન કરે છે. સૂર્યકુમારે કહ્યું કે રિંકુ અને નીતીશ બંનેનું પ્રદર્શન જોઈને હું ખૂબ જ ખુશ છું. તેમણે અમારી ઈચ્છા મુજબ બેટિંગ કરી હતી. હું બીજા બોલરોને જોવા માંગતો હતો કે તે કેવી રીતે બેટિંગ કરે છે. ક્યારેક એવું પણ થશે કે હાર્દિક બોલિંગ ના કરે કે બીજા બોલરો બોલિંગ ના કરે ત્યારે આવી સ્થિતિમાં અન્ય બોલર્સ કેવી રીતે પરિસ્થિતિને હેન્ડલ કરે છે તે જોવું જરૂરી છે. પરંતુ હું તેમના પ્રદર્શનને જોઈને ખુશ છું.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત

મોટી જીત નોંધાવી
ટીમ ઈન્ડિયાએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી સિરીઝની બીજી T20 મેચ 86 રને જીતી લીધી છે. આ ફોર્મેટમાં બાંગ્લાદેશ સામેની અત્યાર સુધીની સૌથી મોટી આ જીત છે. આ પહેલા આ વર્ષે રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં નોર્થ સાઉન્ડમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 50 રનથી હાર આપી હતી. છેલ્લી મેચ 12 ઓક્ટોબરના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.