IPL 2025: પંડયાની રિલેશનશિપમાં થયું વ્હાલ ભર્યું વેલકમ, લાઇફમાં વાલિયાનું ‘ડેબ્યુ’

IPL 2025 MI vs KKR: મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતની ટીમ વચ્ચે ગઈકાલે મેચ રમાઈ હતી. જેમાં મુંબઈની ટીમની પહેલી જીત થઈ હતી. આ મેચમાં હાર્દિકના નામ સાથે જોડવામાં આવતી યુવતી જાસ્મિન વાલિયા પણ જોવા મળી હતી. આટલુ જ નહીં જાસ્મીન મુંબઈ ઈન્ડિયન્સની બસમાં બેઠેલી પણ જોવા મળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ પણ વાંચો: MI vs KKR: મેચ પછી રોહિત અને નીતા અંબાણી વચ્ચે થઈ ‘ગંભીર’ ચર્ચા, વીડિયો વાયરલ

શું હાર્દિક-જાસ્મીનના સંબંધો પર લાગી મહોર?
હાર્દિક પંડ્યા અને જાસ્મીન વાલિયાની ચર્ચા છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે. લોકોમાં ચર્ચા છે કે આ બંને ડેટિંગ કરી રહ્યા છે. મ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન પણ, જાસ્મિન ભારતની મેચ દરમિયાન સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાને ચીયર કરતી જોવા મળી હતી. હવે મુંબઈ અને કોલકાતા વચ્ચે રમાયેલી મેચમાં જાસ્મિન હાર્દિકની ટીમ મુંબઈને ચીયર કરવા પહોંચી હતી. આ પછી બંનેની ડેટિંગ અંગેની ચર્ચા વધારે તેજ બની હતી.