June 26, 2024

ટીમ ઈન્ડિયાના આ બે ખેલાડીઓના હરભજને કર્યા વખાણ

 T20 World Cup: ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન જોરદાર જોવા મળી રહ્યું છે. ભારતે ગ્રૂપ સ્ટેજ દરમિયાન ચારમાંથી ત્રણ મેચમાં જીત પ્રાપ્ત કરી હતી. ત્યારે ટીમ ઈન્ડિયાના એક પૂર્વ ખેલાડીએ T20 વર્લ્ડ કપ દરમિયાન બે ભારતીય ખેલાડીઓના વખાણ કર્યા છે.

ખેલાડીઓના કર્યા વખાણ
ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજ દરમિયાન આયર્લેન્ડ, પાકિસ્તાન અને અમેરિકાને હરાવ્યું હતું. સારા પ્રદર્શનના કારણે પૂર્વ ખેલાડીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે. ત્યારે હરભજન સિંહે હાર્દિક પંડ્યાના વખાણ કર્યા હતા. હરભજન સિંહે કહ્યું કે તેણે અપેક્ષા કરતાં વધુ સારી બોલિંગ કરી છે. વધુમાં તેણે કહ્યું કે ટીમ ઈન્ડિયા માટે સારી અને મહત્વની વાત એ છે કે હાર્દિક પંડ્યા વિકેટ લઈ રહ્યો છે.

આ પણ વાંચો: T20 World Cup 2024ની સુપર-8ની ટીમ નક્કી, ભારતની આ 3 ટીમ સાથે મેચ

હરભજને પંત વિશે શું કહ્યું?
હરભજને કહ્યું કે પંડ્યા સિવાય રિષભ પંતે પણ ચોંકાવી દીધા હતા. તેની ભૂમિકા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. વર્લ્ડ કપ પહેલા અમે સંજુ સેમસનને ટીમમાં સામેલ કરવાનું વિચારી રહ્યા હતા. કેમ કે તેણે ઘણા રન બનાવ્યા છે. હવે હરભજને તો આ બે ખેલાડીના વખાણ તો કરી લીધા પરંતુ જોવાનું રહ્યું કે પંત અને પંડ્યા વેસ્ટ ઈન્ડિઝમાં સુપર 8 રાઉન્ડ દરમિયાન કેવું પ્રદર્શન કરે છે.