December 27, 2024

કોલકાતા રેપ-મર્ડર કેસ પર હરભજન સિંહે CM મમતાને લખ્યો પત્ર

Harbhajan Singh Letter To Mamata Banerjee: કોલકાતા રેપ-મર્ડર કેસ પર હરભજન સિંહે મમતા બેનર્જીને પત્ર લખ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્પિનર ​​હરભજન સિંહે કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે થયેલા બનાવના મામલામાં સીએમ મમતા બેનર્જી અને રાજ્યપાલ સામે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. તેણે CM મમતાને પત્ર લખ્યો છે.

કોઈ બાંધછોડ થઈ શકે નહીં
કોલકાતાના ડોક્ટર રેપ-મર્ડર કેસે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. જેના પડઘા આખા દેશમાં પડ્યા છે. ​​હરભજન સિંહે CM મમતાને પત્રમાં સીએમ અને રાજ્યપાલને ઝડપથી કામ કરવાની અપીલ કરી છે. મહિલાની ગરિમા સાથે કોઈ બાંધછોડ થઈ શકે નહીં. આ સિવાય તેણે આરોપીઓને એવી સજા આપવાની વાત કરી જે અન્ય લોકો માટે ઉદાહરણ બની શકે. જેના કારણે આવનારા સમયમાં કોઈ આવું કાર્ય કરતા પહેલા વિચારે.

આ પણ વાંચો: UP T20 League 2024નું આ રહ્યું સંપૂર્ણ શેડ્યૂલ

શું લખ્યું હતું પત્રમાં?
​​હરભજન સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.સીએમ મમતા બેનર્જી અને રાજ્યપાલ માટે આ પોસ્ટ લખવામાં આવી હતી. પત્ર શેર કરતા ​​હરભજન સિંહે કેપ્શનમાં લખ્યું છે કે, કોલકાતા બળાત્કાર અને હત્યાની પીડિતાને ન્યાયમાં વિલંબ થવાના કારણે અમારા અંતરાત્માને ઘણી પીડા થઈ રહી છે. હું પશ્ચિમ બંગાળના માનનીય મુખ્યમંત્રી મમતા બેનર્જી અને માનનીય રાજ્યપાલને અપીલ કરું છું. આ કામ ઝડપથી થઈ જવું જોઈએ.આવી ઘટનાઓ ફરીથી ન બને અને આપણે એક એવો સમાજ બનાવી શકીએ કે જ્યાં દરેક સ્ત્રી સુરક્ષિત અનુભવે