October 11, 2024

માતાના મઢમાં રાજ પરિવારના હનુવંતસિંહજી જાડેજા જ કરશે પત્રિવિધિ: હાઇકોર્ટ

કચ્છ: માતાના મઢ ખાતે નવરાત્રી દરમિયાન રાજવી પરિવાર દ્વારા યોજાતી પત્રીવિધિ લઈને હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે. છેલ્લા ઘણા સમયથી કચ્છ રાજવીના બે પરિવાર વચ્ચે વિવાદ ચાલી રહયો છે જેના કારણે માતાનામઢ ખાતે બે વખત પત્રીવિધિ યોજાય રહી છે. ગુજરાત હાઇકોર્ટે મહારાવ હનુમંત સિંહજીના તરફેણમાં ચુકાદો આપ્યો છે.

હાઇકોર્ટે સીધી લીટીના વારસદાર તરીકે હનુમંત સિંહજી પત્રી વિધિનો અધિકાર આપ્યો છે. સામે પક્ષના મહારાણી પ્રીતિદેવી દ્વારા નિમાયેલા સભ્યો પૂજા નહીં કરી શકે. હવેથી માતાનામઢ ખાતે યોજાતી રાજવી પરિવારની પત્રી વિધિનો અધિકાર હનુમંત સિંહજી ને હોવાનો કોર્ટ ચુકાદો આપ્યો છે.

હાઇકોર્ટના ચુકાદા બાદ શરદબાગ પેલેસ ખાતે હનુમંત સિંહજી એ પત્રકાર પરિષદ બોલાવી હતી. હાઇકોર્ટ આપેલ ચુકાદાને સત્ય જીત થઈ હોવાનું જણાવ્યું હતું. આવતીકાલે હનુમંત સિંહજી માતાનામઢ ખાતે પત્રીવિધિ માટે જશે. આ દરમિયાન સામે પક્ષના લોકો પણ હાઇકોર્ટના આદેશની અવગણના કરી પત્રી વિધિ પૂજા કરશેતો તેના સામે કોર્ટ ઓફ કન્ટેમ કરશે તેવી તૈયારી તેમના વકીલે બતાવી છે.