હમાસની મોટી જાહેરાત, શનિવારે 6 ઇઝરાયલી બંધકોને મુક્ત કરશે, 4ના મૃતદેહ પણ સોંપશે

Israeli Hostages: ઈઝરાયેલ અને અમેરિકાની કડક ધમકીઓ બાદ હમાસના સૂર ધીમે ધીમે નરમ પડી રહ્યા છે. હવે હમાસે જાહેરાત કરી કે તે શનિવારે બચેલા 6 ઈઝરાયલી બંધકોને મુક્ત કરશે. આ સાથે, ગુરુવારે 4 બંધકોના મૃતદેહ પણ સોંપવામાં આવશે. તેમાં બિબાસ પરિવારના અવશેષો છે. તમને જણાવી દઈએ કે શનિવારે મુક્ત થનારા 6 બંધકો ગાઝામાં યુદ્ધવિરામના પ્રથમ તબક્કા હેઠળ મુક્ત કરાયેલા છેલ્લા જીવિત બંધકો છે.

હમાસ ગયા શનિવારે ત્રણ બંધકોને મુક્ત કરે તેવી અપેક્ષા હતી. જોકે, હમાસે આ યોજના કેમ બદલી તે સ્પષ્ટ નથી. નોંધનીય છે કે હમાસ દ્વારા ઇઝરાયલી બંધકોને મુક્ત કરવાના બદલામાં ઇઝરાયલ સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કરી રહ્યું છે. 15 મહિનાના ભીષણ યુદ્ધ પછી ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો છે.