December 17, 2024

રફાહમાં ઈઝરાયલ સૈનિકો પર હમાસનો ઘાતક હુમલો, વિસ્ફોટમાં 8 જવાનના મોત

રફાહ: હમાસને ખતમ કરવા માટે ઈઝરાયલ સતત રફાહને નિશાન બનાવી રહ્યું છે. જો કે આ યુદ્ધમાં ઈઝરાયલને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. ઇઝરાયેલી સેનાએ શનિવારે કહ્યું કે દક્ષિણ ગાઝામાં વિસ્ફોટમાં તેના આઠ સૈનિકો માર્યા ગયા. છેલ્લા કેટલાક મહિનામાં કરવામાં આવેલો આ સૌથી ઘાતક હુમલો હતો.

શનિવારે દક્ષિણ રફાહ શહેરમાં વિસ્ફોટ થયો હતો. ઈઝરાયલ રફાહને હમાસનો છેલ્લો મોટો ગઢ માને છે. આ હુમલો સંભવતઃ ઇઝરાયલી વિરોધીઓ દ્વારા યુદ્ધવિરામની માંગને વેગ આપશે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે સરકાર અતિ રૂઢિચુસ્ત યુવાનોને લશ્કરી સેવામાંથી મુક્તિ આપવાને લઈને વ્યાપક નારાજગીનો સામનો કરી રહી છે.

હમાસ સામે યુદ્ધની ઘોષણા
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે આઠ મહિનાથી વધુ સમયથી લડાઈ ચાલી રહી છે. ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસ અને અન્ય આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 1200 લોકો માર્યા ગયા હતા અને 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. આ પછી ઈઝરાયલે હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: આતંકવાદીઓને મદદ કરનારાઓને બક્ષવામાં નહીં આવે, મનોજ સિંહાએ આપી કડક સૂચના

ઇઝરાયલના વિદેશ મંત્રી ઇઝરાયેલ કાત્ઝે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ જાણતા હતા કે તેમને કદાચ પોતાનો જીવ આપવો પડશે પરંતુ તેમણે આમ કર્યું જેથી અમે આ દેશમાં રહી શકીએ. હું તેમને વંદન કરું છું અને તેમના પરિવારને ગળે લગાવું છું.

હમાસની રફાહ બ્રિગેડને હરાવવાનો સંકલ્પ
ઈઝરાયલની સેનાએ જણાવ્યું કે રફાહના તાલ અલ-સુલતાન વિસ્તારમાં સાંજે 5 વાગ્યે વિસ્ફોટ થયો. સેનાના પ્રવક્તા રીઅર એડ. ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે આ બ્લાસ્ટ હમાસ દ્વારા લગાવવામાં આવેલી વિસ્ફોટક અથવા એન્ટી ટેન્ક મિસાઈલને કારણે થયો હતો. તેમણે કહ્યું કે અમારે હમાસની રફાહ બ્રિગેડને હરાવવાની જરૂર છે અને અમે નિશ્ચય સાથે આ કરી રહ્યા છીએ. જાન્યુઆરીમાં ગાઝામાં પેલેસ્ટિનિયન આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 21 ઇઝરાયેલ સૈનિકો માર્યા ગયા હતા.