December 17, 2024

હલદ્વાની હિંસા કેસના મુખ્ય આરોપી અબ્દુલ મલિકની ધરપકડ

haldwani violence update main accused abdul malik arrested

ઇન્સેટમાં હલદ્વાની હિંસા કેસના મુખ્ય આરોપીની ધરપકડ

Haldwani Violence Update: હલદ્વાની હિંસાના માસ્ટરમાઇન્ડ અબ્દુલ મલિક અને તેના દીકરો ઝડપાઈ ગયા છે. ત્યારબાદ પોલીસે સપા નેતાના ભાઈને પણ હલદ્વાની હિંસાના આરોપમાં ધરપકડ કરી છે. હલદ્વાની હિંસા મામલે પોલીસે અત્યારસુધી ત્રણ કેસ દાખ કર્યા છે. ત્યાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં 19 લોકો સહિત અન્ય લોકો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હલદ્વાનીના બનભૂલપુરામાં થયેલી હિંસા મામલે કોતવાલી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જેમાં જિસાન પરવેઝ, જાવેદ સિદ્દીકી, મહબૂબ આલમ અને અરસદ અયૂબની ધરપકડ કરી છે. પોલીસે આ ચારેયની પહેલાં અટકાયત કરી હતી અને ત્યારબાદ આ મામલે ધરપકડ કરી હતી.

ચારેયની પૂછપરછ કર્યા બાદ કોતવાલી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. હલદ્વાની નગર આયુક્ત પંકજ ઉપાધ્યાયે જણાવ્યુ છે કે, બનભૂલપુરામાં હુમલાખોરોએ જિમથી આવતા સમયે અજય કુમાર નામના વ્યક્તિને ગોળી મારી હતી. હાલ તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમનો ઇરાદો સફળ થઈ ગયો છે. તેમને વધુ સારવાર માટે એઇમ્સ ઋષિકેશમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર તેમને પૂરેપૂરો સહયોગ આપી રહ્યું છે.

ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના હલદ્વાનીમાં બનભૂલપુરા વિસ્તારમાં ગેરકાયદેસર મદરેસા અને મસ્જિદ હટાવવા મામલે થઈને વાતાવરણ ગરમાયું હતું. અસામાજિક તત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ ડઝનેક જેટલા વાહનોને આગ લગાવી હતી. એક પોલીસ સ્ટેશનને પણ ફૂંકી માર્યું હતું. ત્યારબાદ સમગ્ર હલદ્વાનીમાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે હલદ્વાનીમાંથી કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે. માત્ર ઘટનાસ્થળ બનભૂલપુરામાં આ કર્ફ્યૂ રહેશે.

તો બીજી તરફ, આ ઘટનાની તપાસ માટેના આદેશ આપી દેવામાં આવ્યાં છે. ઉપાધ્યાયે જણાવ્યુ છે કે, આ સિવાય નગર નિગમના એક કર્મી પણ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે. તેમની સારવાર કૃષ્ણા હોસ્પિટલમાં ચાલી રહી છે.

નૈનીતાલ જિલ્લાના એએસપી પ્રહલાદ રાય મીણાએ જણાવ્યુ છે કે, અમે ત્રણ એફઆઈઆર કરી છે. તેમાં અત્યાર સુધીમાં 5 લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યુ છે કે, અન્ય લોકોની ધરપકડ માટે પણ પોલીસની ટીમે આદેશ આપી દેવામાં આવ્યા છે. જલદી અન્ય ફરાર આરોપીઓને પણ પકડી પાડવામાં આવશે. મુખ્ય આરોપી અબ્દુલ મલિકની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. અબ્દુલ મલિક સહિત તેમના દીકરાએ આ ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. આ દબાણ હટાવતી વખતે અબ્દુલ મલિકે જ વિરોધ કર્યો હતો. અમને મળેલા સીસીટીવી અને વીડિયોને આધારે અમે લોકોની ઓળખ કરીને પુરાવા ભેગા કરી રહ્યા છીએ. આ રીતે ધરપકડ પણ કરવામાં આવશે.

એએસપીએ જણાવ્યુ કે, ઘટનાસ્થળે હાલ 10 પેરામિલિટ્રી કંપનીઓ હાજર છે. પીએસીની 5 કંપની પણ સુરક્ષા વ્યવસ્થામાં મદદ કરી રહી છે. આ સાથે જ કુમાઉં મંડળની તમામ ચોકી અને પોલીસ પણ હલદ્વાનીમાં તહેનાત છે.