January 22, 2025

વાળ સુકતાની સાથે જ રફ થઈ જાઈ છે? બસ કરો આ ઉપાય

How To Make Hair Silky: ઘણીવાર વાળ સુકાયા પછી એકદમ રફ અને ફ્રઝી થઈ જતા હોય છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો તમે આ કુદરતી ઉપાયો અપનાવીને સમસ્યાને દૂર કરી શકો છો. જાણો વાળને સિલ્કી બનાવવા માટે કયા ઘરેલુ ઉપાયો છે? આવો જાણીએ.

એપલ સાઇડર વિનેગર
એપલ સાઇડર વિનેગર એક સારા કન્ડિશનર તરીકે કામ કરે છે. વાળ પર એપલ એપલ સાઇડર વિનેગર લગાવવાથી જરૂરી પોષણ મળે છે. જેનાથી વાળ મુલાયમ બને છે. એપલ સાઇડર વિનેગર ડેન્ડ્રફને દૂર કરે છે. આ સાથે વાળને ખરવાની સમસ્યા પણ દૂર થાય છે. પાણીમાં એપલ સાઇડર વિનેગર મિક્સ કરી દો અને તેનાથી વાળ ધોઈ લો. આ પછી માથાને સામાન્ય પાણીથી ધોઈ લો.

કોફી
કોફીનો ઉપયોગ વાળને મોઇશ્ચરાઇઝ કરવા માટે કરી શકાય છે. આ સાથે વાળને સિલ્કી પણ કરવામાં કોફીનો ઉપયોગ કરી શકાય છે. આ સાથે કોફીથી માલિશ કરવાથી અને વાળ ધોવાથી પણ વાળનો વિકાસ સુધરે છે. વાળ ખરવાનું પણ બંધ થઈ જાઈ છે. કોફી લગાવવા માટે પહેલા વાળને ભીના કરવાના રહેશે. પછી ઠંડી કોફીથી વાળમાં મસાજ કરો અને 15 મિનિટ સુધી રાખો. આવું કરવાથી વાળને ચમક આવશે. તમે તમારા કંડીશનરમાં કોફી પણ ઉમેરી શકો છો.

આ પણ વાંચો: ચોમાસામાં Food Poisoningથી બચવા આટલું ખાસ કરો, નહીંતર પેટની પથારી ફરશે

એલોવેરા જેલ અને દહીં
વાળને સોફ્ટ અને સિલ્કી બનાવવા માટે એલોવેરા જેલ અને દહીં મિક્સ કરીને તમે ઉપયોગ કરી શકો છો. 2 ચમચી દહીંમાં એલોવેરા જેલ મિક્સ કરો. તેમાં 2 ચમચી નારિયેળ તેલ ઉમેરો. હવે તેને લગાવીને 30 મિનિટ પછી ધોઈ લો. તમારા વાળ થોડા જ દિવસોમાં મુલાયમ અને ચમકદાર બનાવી જશે.