December 23, 2024

આ વસ્તુઓથી પાર્લર જેવું કેરાટીન ટ્રીટમેન્ટ ઘરે જ કરો

Hair Keratin Treatment At Home: આજકાલ વાળને સિલ્કી અને મુલાયમ બનાવવા માટે કેરાટિન, સ્મૂથનિંગ, રિબોન્ડિંગ જેવી ઘણી ટ્રીટમેન્ટ મહિલાઓ કરતી હોય છે. જેમાં ખાસ કરીને કેરાટિન કરવામાં આવે છે. પરંતુ તમારે આ ટ્રીટમેન્ટ માટે મોંઘા પાલર જવાની જરુર નથી, તમને અમે જણાવીશું કે કુદરતી વસ્તુઓથી હેર કેરાટિન કેવી રીતે કરી શકો છો.

ચોખા સાથે કેરાટિન
કોરિયન સુંદરતામાં ચોખાનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. ચોખા ચહેરાની સાથે વાળ માટે ફાયદાકારક સાબિત થાય છે. તમે ઘરે ચોખાના પાણી સાથે કેરોટિન બનાવી શકો છો. 1 કપ પાણીમાં લગભગ મુઠ્ઠીભર ચોખા ઉમેરો અને 5-7 મિનિટ માટે ઉકાળો. હવે એક કપ પાણીમાં 2 ચમચી અળસીના બીજ નાખીને ઉકાળો. તેમાં થોડું એલોવેરા જેલ મિક્સ કરો અને પછી તેને વાળમાં લગાવો. આનાથી તમે ઘરે સરળતાથી કેરોટીન બનાવી શકો છો અને અઠવાડિયામાં તમે 2 વાર આવું કરવાથી તમારા વાળ સુંદર થઈ જશે.

આ પણ વાંચો: 100 ગ્રામ વજને ‘સંગ્રામ’ બગાડ્યો, ફોગાટે રાતોરાત 2 કિલો વજન ઘટાડ્યું

એલોવેરા જેલ સાથે કેરાટિન
એલોવેરા જેલ ત્વચા અને વાળ માટે ખૂબ જ સારું છે. એલોવેરા જેલથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. એલોવેરા વડે કેરાટિન ટ્રીટમેન્ટ ઘરે જ કરી શકો છો. તમારે એલોવેરા જેલમાં 1 ચમચી મધ, 1 ચમચી ઓલિવ મિક્સ કરો. તેને વાળમાં લગાવો. થોડા દિવસોમાં તમે કેરાટિનથી વધુ અસરો જોવાનું શરૂ કરશો.

ઇંડા સાથે કેરાટિન
તમે ઈંડા વડે તમારા વાળને પ્રોટીન ટ્રીટમેન્ટ કરી શકો છો. ઈંડાને વાળમાં લગાવવાથી વાળ મુલાયમ બને છે. તમે 1 ઈંડાની જરદી અને 1 કપ દહીં મિક્સ કરી દો. તેમાં 1 પાકું કેળું મેશ કરી દો. 2 ચમચી મધ ઉમેરો અને મિક્સ કરો. બધું મિક્સ કરો અને વાળ પર લગાવો. અઠવાડિયામાં 1-2 વખત તેનો ઉપયોગ કરો. જો તમારે તમાર