Damaged hairથી આ રીતે છુટકારો મેળવો
Hair care Tips: આજના સમયમાં તમામ લોકોને વાળ કાળા અને લાંબા ગમે છે. ફ્રીઝી અને ડેમેજ વાળ હોય તો લૂક પણ બગડી જાય છે. જો તમે ફ્રીઝી અને ડેમેજ વાળથી છુટકારો મેળવવા માંગો છો તો આ રીતે તમારે પ્રોટીન રિચ હેર માસ્ક તૈયાર કરવાનું રહેશે.
પ્રોટીન હેર માસ્ક
ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે વાળને લગતી સમસ્યાઓ શરૂ થઈ જતી હોય છે. જેમાં વાળમાં ધૂળ, ગંદકી અને પરસેવાના કારણે શુષ્ક, નિર્જીવ અને ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. જેના કારણે વાળને નુકશાની થઈ જાય છે. આ બાદ તમે શેમ્પૂનો વપરાશ કરો છો તો પહેલા કરતા પણ વધારે વાળ ખરાબ થઈ જાય છે. જો તમારા વાળ પણ ખરાબ થઈ ગયા છે. તો તેને પ્રોટીનની જરૂર પડશે. જે માટે અમે આજે તમારા માટે પ્રોટીન હેર માસ્ક લાવ્યા છીએ.
આ પણ વાંચો: સવારે ઉઠીને કિસમિસનું પાણી કેમ પીવું જોઈએ?
આ રીતે તૈયાર કરો
પાણી – 1 ગ્લાસ, ચોખાનો લોટ – 2 ચમચી, એલોવેરા જેલ- 1 ચમચી, સરસવનું તેલ – 1 ચમચી આ વસ્તુઓ લઈ લો. ત્યાર બાદ તપેલીમાં 1 ગ્લાસ પાણી લો અને તેને ગરમ કરો. ત્યારબાદ તેમાં 2 ચમચી ચોખાનો લોટ નાખો. આ પેસ્ટને ત્યાં સુધી મિક્સ કરો કે જ્યાં સુધી તે ઘટ્ટ થાય. તે પછી તેમાં 1 ચમચી એલોવેરા જેલ ઉમેરો અને 1 ચમચી સરસવનું તેલ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. આ પછી આ પેસ્ટને ઠંડુ કરો. આ પેસ્ટને તમારા વાળમાં 30 મિનિટ લગાવો. જે બાદ તમારા વાળ એકદમ ચમકવા લાગશે. તમારા વાળની લંબાઈને ધ્યાનમાં રાખીને હેર માસ્ક તેયાર કરો. હેર માસ્કને અઠવાડિયામાં 2 વખત લગાવવાનું રાખો.