December 22, 2024

સુરત સિટીલાઈટ વિસ્તારમાં જીમ સ્પા આગકાંડ મામલો, ભુપેન્દ્ર પોપટની કરાઈ પૂછપરછ

Surat: સુરતના સીટીલાઇટ વિસ્તારમાં આવેલ સનસિટી જિમ અને સ્પા આગકાંડ મામલે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે મિલકતના પ્રથમ માલિક ભુપેન્દ્ર પોપટની પોલીસે ચાર કલાક પૂછપરછ કરી હતી. જેમા જીમ અને સ્પાની જગ્યા ભુપેન્દ્ર પોપટે ભાડે હતી. જીમ અને સ્પામાં કેટલું ભાડુ અને કઈ રીતના કરાર કરવામાં આવ્યા હતા તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર સિટીલાઈટ વિસ્તારમાં જીમ સ્પા આગકાંડ મામલાને લઈને પોલીસ મિલકતના માલિક ભુપેન્દ્ર પોપટની પૂછપરછ કરી રહી છે. આ પૂછપરછમાં સ્પા અને જીમનું કેટલું ભાડું અને કરાર અંગે પૂછવામાં આવ્યું હતું. તેમજ બેંક સહિતની અનેક માહિતી માગવામાં આવી છે. આ અંગે સૂત્ર પાસેથી જાણવા મળ્યું કે જીમ અને સ્પાનું ભાડું 40% રોકડા અને 60 ટકા બ્લેકમાં વસૂલાતું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં એક અઠવાડિયામાં વાયરલ ઈન્ફેક્શનના 6600 કેસ નોંધાયા

નોંઘનીય છે કે, પોલીસે સાથે સાથે જીમમાં કામ કરતા ટ્રેઈનરો સહિત 8 લોકોના નિવેદનો પણ લીધા છે. જોકે, આ મામલે પોલીસ મોટા માથાને બચાવવા પ્રયાસ કરતા હોવાની ચર્ચા થઈ રહી છે. મિલકતના હાલના માલિક અનિલ રૂંગટાની હજુ સુધી કોઈ જ પૂછપરછ કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે સુરતના સીટીલાઇટ વિસ્તારમાં આવેલા જીમ અને સ્પામાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે જીમમાં લાગેલી આગ થોડીકવારમાં જ ફેલાઈ ગઈ હતી. જોકે, આ ઘટના સમયે આગથી બચવા બાથરૂમમાં ઘુસેલી બે યુવતીના મોત થયા હતા.