January 19, 2025

બાળકોના કુપોષણને મામલે બિહાર કરતા ગુજરાતની સ્થિતિ ખરાબ…!

ગુજરાતના માથાદીઠ આવકમાં સતત વધારા સાથે ગુજરાત રાજ્યની ગણતરી અન્ય સમૃદ્ધ રાજ્યો તમિલનાડુ અને મહારાષ્ટ્રની જેમ સક્ષમ ગણાય છે, પરંતુ બાળ કુપોષણની દૃષ્ટિએ ગુજરાતની સ્થિતિ બિહાર અનો ઓડિશા કરતાં પણ ખરાબ છે. તમિલનાડુમાં કુપોષિત બાળકોની સંખ્યા ગુજરાત કરતાં લગભગ અડધી છે. એક રિપોર્ટ અનુસાર કુપોષણથી પીડાતા વિશ્વના ત્રીજા ભાગના બાળકો ભારતમાં વસે છે. વાઇબ્રન્ટ ગુજરાતને કારણે આ વિશ્વમાં ગુજરાતે ડંકો લગાડ્યો છે. વાઇબ્રન્ટ સમિટને લઇને દેશ-વિદેશના લોકોમાં ગુજરાતની બોલબાલા ચાલી રહી છે અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત રાજ્યની છબી અગ્રેસર છે. ગુજરાતને ભારતનું વિકાસ મોડલ અને વિકસિત રાજ્ય પણ કહેવામાં આવ્યું છે. વિકાસ મોડેલની સાથે સાથે ગુજરાતની બીજી બાજુ નજર કરીએ તો આરોગ્ય સિસ્ટમને કારણે રાજ્યના ગરીબોને હાલાકીનો સામનો કરવો પડ્તો હોય છે. ગુજરાત વિધાનસભામાં આરોગ્ય સુવિધાઓની નબળી સ્થિતિ અંગેના પ્રશ્નો વારંવાર ઉઠતા હોવા છતાં જમીની સ્તરે કોઇ બદલાવ શક્ય નથી થઇ રહ્યું, જ્યાં કુપોષણ અને આરોગ્ય સુવિધાઓની તાત્કાલિક જરૂર છે. માહિતી અનુસાર દાહોદ જિલ્લાના આદિવાસી ગામ કુપાડામાં નવ મહિનાની ગર્ભવતી એમ મહિલાને એન્બ્યુલન્સ એનિમિયા અને લેબર પેઇનથી પીડાતી મહિલાને એક એમ્બ્યુલન્સ એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં લઇ ગઇ હતી. હોસ્પિટલમાં બલ્ડ બેંક ન હોવાથી પીડિત દર્દીઓને સરળતાથી દાખલ કરી શકતા નથી. હોસ્પિટલમાં બ્લડ બેંકના અભાવે પીડિતાને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

2018-19 અને 2021-22ની વચ્ચે ગુજરાતમાં માથાદીઠ કુલ રાજ્યની સ્થાનિક ઉત્પાદન વાર્ષિક આઠ ટકાના દરે વૃદ્ધિ પામ્યું છે. ગુજરાતની જીએસડીપી 2022-23 અને 2023-24 વચ્ચે 13 ટકાના દરે વધવાનો અંદાજ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેની બે મુલાકાત મુજબ ગુજરાતમાં 15-49 વર્ષની વયની મહિલાઓમાં એનિમિયાનો વ્યાપ 12.5 ટકા વધ્યો છે. આ સમય દરમિયાન રાજયમાં 6-59 મહિનાના માળકોમાં પણ એનિમિયમાં 17 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ભૂતપૂર્વ ડિરેક્ટર પ્રોફેસરએ જણાવ્યું હતું કે, ઘણાં વર્ષોથી ગુજરાતમાં મુખ્ય રાજકીય પ્રાથમિકતા ઔદ્યોગિકીકરણ અને ઉદ્યોગોને આપવમાં આવી છે. રાજ્યમાં સામાજિક ક્ષેત્રોને ઓછી પ્રાધાન્યતા આપવામાં આવી હતી જેમાં આરોગ્ય સુવિધાઓ તેનો એક ભાગ છે. ગુજરાત સરકારે જાન્યુઆરી 2024માં જાહેરાત કરી છે કે ખેડા જિલ્લામાં કુપોષણને દૂર કરવા માટે એક પાયલોટ પ્રોજેક્ટને મહત્ત્વપૂર્ણ લાભ મેળવ્યાં છે. સતત ત્રણ મહિના સુધી આરોગ્ય અને પોષણ ટીમોએ પ્રવર્તમાન કાર્યક્રમોને અભિયાનમાં અમલમં મૂક્યાં છે. પરિણામે, 150 ગંભીર કુપોષિત બાળકોમાંથી 127 બાળકો સામાન્ય વજનની શ્રેણીમાં આવ્યા છે. 15 બાળકો સાધારણ કુરોષિત જણાયા હતા. બીજી બાજુ આ અભિયાન અંતર્ગત જિલ્લાના 10 બ્લોકમાં 500 ગંભીર કુપોષિત બાળકો સુધી અભિયાનને પહોંચાડવા માટે પ્રોત્સાહિત કર્યાં છે. ગુજરાતના આંગણવાડી કાર્યકોરો પણ કુપોષણને લગતા મુદ્દાને નાથવા ભરપૂર પ્રયાસો કરી રહ્યાં છે. આંગણવાડીના કાર્યકરો કુપોષણ માટે સંવેદશીલ છે કેમ કે તે તપાસવમાં માટે જો બાળકનો ગ્રોથ ચાર્ટ ઘટવા લાગે તો કાર્યકર્ચતાએ તરત જ બાળકને આપવમાં આવતા ખોરાક વધારવા માટે ધ્યાન દોરે છે. બાળક સ્વસ્થ છે તેની ખાતરી કરવા માટે ફિલ્ડ વર્કરોએ બાળકની ધરે મુલાકાત કરતાં જોવા મળે છે.