January 16, 2025

વેલેન્ટાઈન વીકમાં પાર્ટનર સાથે ઓછા બજેટમાં ફરો ગુજરાતની આ જગ્યાઓ…

વેલેન્ટાઈન વીક આવવાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. કપલ્સ આખું વર્ષ આ અઠવાડિયાની રાહ જોતા હોય છે, કારણ કે આ દિવસોમાં દરેક વ્યક્તિ પોતાના પાર્ટનર સાથે ખાસ સમય વિતાવે છે. પ્રેમના આ અઠવાડિયામાં યુગલો દરરોજ અલગ-અલગ સ્થળોની મુલાકાત લેવાનો પ્લાન બનાવે છે. જો તમે પણ ગુજરાતમાં વેલેન્ટાઈન વીક માટે કેટલીક રોમેન્ટિક સ્થળ શોધી રહ્યા છો તો આજે અમે તમારા માટે એવી જ કેટલીક જગ્યાઓ લઈને આવ્યા છીએ. આ જગ્યાઓ પર તમે ઓછા બજેટમાં પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો.

દીવ
આ લિસ્ટમાં સૌથી પહેલા નંબર પર આવે છે દીવ. દીવનો વાદળી રંગનો દરિયો યુગલો માટે બેસ્ટ મુલાકાત પ્લેસ છે. તમારી પાસે અહીં મુલાકાત લેવા માટે 6 બીચનો વિકલ્પ છે. તમારે તમારા જીવનસાથી સાથે એવી જગ્યા પસંદ કરવી જોઈએ, જ્યાં તમને તેની સાથે શાંતિથી બેસવાની તક મળે. આ 6 બીચમાં જમ્પોર બીચ, ગોમતી વાલા બીચ, દેવકા બીચ, વણકભારા બીચ, ચક્રતીર્થ બીચ અને નાગોઆ બીચનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: વેલેન્ટાઈન વીકમાં કપલ ટ્રિપ માટે બેસ્ટ ટુરિસ્ટ પ્લાન

ગીર
જો તમે તમારા જીવનસાથી સાથે ગુજરાતમાં કોઈ એડવેન્ચર કે નેચર ફૂલ જગ્યાની પસંદગી કહી રહ્યા છો તો તમારા માટે ગીરથી વધુ સારી જગ્યા હોઈ શકે નહીં. જો તમારે ફોરેસ્ટ સફારીનો આનંદ માણવો હોય તો તમારે અહીં જવાનું પ્લાનિંગ કરવું જોઈએ. દર વર્ષે મોટી સંખ્યામાં કપલ આ સ્થળની મુલાકાત લેવા આવે છે.કચ્છનું રણ
જો તમે વેલેન્ટાઈન વીકને બધા જ દિવસોમાં ફરવાનો વિચાર કરી રહ્યા છો તો આ સમગ્ર અઠવાડિયા માટે કચ્છ એકદમ પર્ફેક્ટ પ્લેસ છે. આ ઉપરાંત તમે સાપુતારો પણ પ્લાન કરી શકો છો. કચ્છમાં સૌથી મોટું મીઠુાનું રણ એટલે કે ‘રન ઓફ કચ્છ’ કપલ માટે બેસ્ટ ફરવાની જગ્યાઓમાંથી એક છે.કચ્છમાં જાવ તો બીજે ક્યાંય જવાની જરૂર નહીં પડે. ટેન્ટ હાઉસમાં તમારા પાર્ટનર સાથે રાત વિતાવવાની મજા અને ઊંટની સવારી કરવાનો આનંદ તમે ભૂલી નહિં શકો.

આ પણ વાંચો: ઓછા બજેટમાં હનીમૂન માટેના બેસ્ટ ડેસ્ટીનેશન

આ ઉપરાંત જો તમે કોઈ પણ હિલ સ્ટેશનનો આનંદ માણવા માંગતા હોવ તો તમારે સાપુતારાની મુલાકાત લેવી જોઈએ. અહીં જવા માટેનું બજેટ પણ માત્ર 10 હજાર રૂપિયાનું છે. મહત્વનું છેકે, અમે ગુજરાતની જે પણ જગ્યાઓ પર ફરવાનો પ્લાન આપ્યો છે. તેને તમે 20 હજારની અંદર પુરો કરી શકો છો. તો રાહ શેની જુઓ છો. આજે જ ટિકિટો બૂક કરો…