આ રીતે રમશે ગુજરાત? 6 કુસ્તીબાજને કોચ-મેનેજર હરિયાણામાં છોડીને ભાગ્યાં
અમદાવાદઃ એકબાજુ સરકાર ગુજરાતના અમદાવાદમાં ઓલિમ્પિક યોજવાની મોટી મોટી વાતો કરી રહી છે. તો બીજી તરફ, ગુજરાતની કુસ્તી ટીમ સાથે ભેદભાવ થયો છે. ગુજરાતના જ કોચ-મેનેજર અને સરકારે કુસ્તીબાજો સાથે ભેદભાવ કર્યો છે. મહત્વનું છે કે, ગુજરાતના કુસ્તીબાજની ટીમ હરિયાણામાં કુસ્તી રમવા માટે ગઈ છે.
ગુજરાતના કુસ્તીબાજોને મેનેજર અને કોચ સૂમસામ જગ્યાએ મૂકીને ભાગી ગયા છે. 6 કુસ્તીબાજોને અધવચ્ચે સૂમસામ જગ્યાએ છોડી દીધા છે. રાતે 2 વાગ્યાથી મેજનર અને કોચ સૂમસામ હોસ્ટેલ જેવી જગ્યાએ છોડીને ભાગી ગયા છે. આ હોસ્ટેલમાં કોઈપણ પ્રકારની સુવિધા નથી.
ગુજરાત સરકાર દ્વારા ચલાવવા માટે એકેડમી સિવાયના તમામ 6 પ્લેયરોને મુકીને જતા રહ્યા છે. હાલ કોચ અને મેનેજરના ફોન સ્વીચ ઓફ આવી રહ્યા છે અને કોઈપણ પ્રકારનો જવાબ આપતા નથી. ખેલ મહાકુંભ અને રમતગમતની વાતો કરતી ગુજરાત સરકારનાં જ ખેલાડીઓની દયાજનક સ્થિતિ સામે આવી છે.