November 5, 2024

ઇન્ડિયા સ્કીલ સ્પર્ધા-2024માં ગુજરાતને મળ્યા કુલ 13 મેડલ્સ, રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓનું કરાયું સન્માન

મલ્હાર વોરા, ગાંધીનગર: યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 2024 માં 15 જુલાઈને ‘વર્લ્ડ યુથ સ્કીલ ડે’ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે.જેમાં વર્ષ 2024ના વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ની થીમ “શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્ય” છે કે જે શાંતિ નિર્માણ અને સંઘર્ષના નિરાકરણમાં યુવાનોની નિર્ણાયક ભૂમિકા દર્શાવે છે. વર્લ્ડ સ્કીલ એસોસિયેશન દ્વારા વર્લ્ડ સ્કીલ સ્પર્ધાનું દર બે વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આયોજન થાય છે. જે અનુસંધાને રાજયના યુવાઓમાં કૌશલ્ય શિક્ષણ પ્રત્યે અભિગમ કેળવાય અને રૂચિ વધે તે માટે ભારત સરકારના મિનિસ્ટ્રિ ઓફ સ્કીલ ડેવલોપમેન્ટ એન્ડ આંત્રપ્રિન્યોરશીપ મંત્રાલય હસ્તકના નેશનલ સ્કીલ ડેવલેપમેન્ટ કોર્પોરેશન દિલ્હી અને ઈન્ડસ્ટ્રીઝ પાર્ટનરના સહયોગથી ઇન્ડિયા સ્કીલ સ્પર્ધા-2024નું આયોજન કરવામાં આવ્યું.

મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન દ્વારા NCDSની ગાઈડલાઈન મુજબ ઇન્ડિયા સ્કીલ સ્પર્ધા-2024નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, રાજ્યમાં જિલ્લા લેવલ, ઝોન લેવલ અને રાજ્ય લેવલ એમ ત્રણ લેવલમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજ્ય કક્ષાનાં 23 પસંદગી પામેલ ઉમેદવારો કે જેઓ નેશનલ કક્ષાએ દિલ્હી, કર્ણાટક અને ગુજરાત ખાતે યોજાયેલ અલગ અલગ સ્કીલ સ્પર્ધામાં ભાગ લેવા ગયા હતા.

રાષ્ટ્રીય સ્તરની સ્કિલ કોમ્પિટિશનમાં રાજ્ય કક્ષામાં ગુજરાતના 02 સ્પર્ધકોને ગોલ્ડ મેડલ, 02 સ્પર્ધકોને સીલ્વર મેડલ, 02 સ્પર્ધકને બ્રોન્ઝ મેડલ, તેમજ 07 સ્પર્ધકોને મેડલ ઓફ એક્સેલન્સ એમ કુલ 13 સ્પર્ધકોએ મેડલ મળવીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આજ રોજ રાજ્ય કક્ષાના 23 વિજેતા ઉમેદવારોને શ્રમ અને રોજગારના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે ચેક અને પ્રમાણપત્ર તથા 12 ઉમેદવારો કે જે નેશનલ કક્ષાનાં વિજેતાઓ ને મેડલ અને પ્રમાણપ્રત્ર વિતરણ કર્યા.