January 22, 2025

રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો, મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન લઘુત્તમની નજીક

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો દેખાઈ રહ્યો છે. ત્યારે સૂકા પવનો ફૂંકાતા તાપમાનનો પારો બપોરના સમયે 2 ડિગ્રી સુધી વધી જાય છે. જ્યારે રાત પડતા જ પારો ગગડીને લઘુતમ તાપમાન નજીક પહોંચી જાય છે.

આ ઉપરાંત ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. મોટાભાગના જિલ્લાઓમાં ન્યૂનતમ તાપમાન નજીક પારો પહોંચતા લોકો ઠૂંઠવાઈ રહ્યા છે.

રાજયમાં નલિયામાં 11.5 ડિગ્રી, ડીસામાં 14.2 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 17.2 ડિગ્રી, ગાંધીનગરમાં 16 ડિગ્રી, રાજકોટમાં 16.2 ડિગ્રી, અમરેલીમાં 19.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સિવાય પાલનપુરમાં તાપમાન 15.3 ડિગ્રી, વડોદરામાં 19.4 ડિગ્રી, પંચમહાલમાં 18.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.