December 28, 2024

આજે આ જિલ્લામાં વરસાદની આગાહી, જોઈ લો લિસ્ટ

અમદાવાદઃ રાજ્યમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાજ્યના કેટલાક જિલ્લામાં ગઈકાલે કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

કમોસમી વરસાદને કારણે રાજ્યના લઘુતમ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો નોંધાયો છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 18.6 ડિગ્રી, નલિયામાં 9.8 તાપમાન
રાજકોટમાં 11 ડિગ્રી, સુરતમાં 18.4 ડિગ્રી, વડોદરાનું 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કમોસમી વરસાદની અસર ઓછી થતાં તાપમાનમાં ઘટાડો થશે.

હવામાન વિભાગે આજે ભરૂચ, છોટા ઉદેપુર, સુરત, વલસાડ, દાદરા નગર હવેલી, નવસારી, નર્મદા, ડાંગમાં મધ્ય વરસાદની આગાહી કરી છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, પંચમહાલ, અરવલ્લી, દાહોદ, મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, ગતરાતે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો.