હવામાન વિભાગની મોટી આગાહી, તાપમાન 2-3 ડિગ્રી વધશે
અમદાવાદઃ રાજ્યમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે હવામાન વિભાગે ગરમીને લઈને નવી આગાહી કરી છે. તેમણે આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર કિશોર દાસ આગાહી અંગે માહિતી આપતા જણાવે છે કે, ‘આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. ત્યારબાદ 3 દિવસ તાપમાન યથાવત રહેશે. 3 દિવસ બાદ ફરી તાપમાન 2થી 3 ડિગ્રી જેટલું વધી જશે.’
તેમણે હાલની માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ‘અમદાવાદ, કંડલા અને અમરેલીનું તાપમાન 39 ડિગ્રી જેટલું નોંધાયું છે. ગાંધીનગરનું તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદનું આજનું તાપમાન 40 ડિગ્રી થવાની સંભાવના છે.’