November 17, 2024

હવામાન વિભાગની આગાહી, ત્રણ દિવસ અતિભારે વરસાદ પડશે

અમદાવાદઃ રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજી પણ અત્યંત ભારેથી ભારે વરસાદ રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે વરસાદની આગાહી અંગે જાણકારી આપતા કહ્યુ છે કે, ‘રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજી પણ અત્યંત ભારેથી ભારે વરસાદ રહેશે. ત્યારબાદ ચોથા અને પાંચમા દિવસે ભારેથી અતિભારે વરસાદ વરસશે. હાલ ગુજરાતમાં સર્ક્યુલેશન શિયર ઝોન અને ઑફશોર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી છે.’

આ પણ વાંચોઃ વેરાવળના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ, સતત ચોથા દિવસે મેઘરાજા મહેરબાન

તેમણે વધુમાં જણાવ્યુ છે કે, ‘આજે દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, સુરત, તાપીમાં ભારે વરસાદની આગાહી છે. નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે.’

આ પણ વાંચોઃ દ્વારકામાં વરસાદી પાણી ઓસર્યા, હોટેલ-ગેસ્ટ હાઉસમાં લાખોનું નુકસાન

આ ઉપરાંત તેઓ કહે છે કે, ‘રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુરમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો આવતીકાલથી બે દિવસ અમદાવાદમાં યલો એલર્ટ રહેશે. સૌરાષ્ટ્રમાં સિઝનનો 38 ટકા વરસાદ વધુ થયો છે. ઉત્તર ગુજરાતમાં હાલ 20થી 59 ટકા વરસાદની ઘટ છે.’