January 22, 2025

ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં માવઠાની શક્યતાઃ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી

અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ અંગે વધુ આગાહી કરી છે. જેમાં તેમણે ઠંડીમાં હજુ વધારો થાય તેવી શક્યતા દર્શાવી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યુ હતુ કે, ‘રાજ્યમાં ડિસેમ્બરના છેલ્લાં દિવસોમાં માવઠાની શક્યતા છે. જેમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળે તેવી સંભાવના છે. તેને કારણે આગામી દિવસોમાં ઠંડીમાં હજુ વધારો થશે અને લઘુત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી સુધી ઘટે તેવી શક્યતા છે. આ સ્થિતિમાં પાકને નુકસાન ન થાય તેથી ખેડૂતો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે.’