ગુજરાતીઓ ફરી ઠંડીમાં ઠુંઠવાયા, 8.6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર

Gujarat: રાજ્યમાં ફરી એકવાર હાડથીજવતી ઠંડી પડી રહી છે. ત્યારે ગુજરાતીઓ ફરી ઠંડીમાં ઠુંઠવાઈ ગયા છે. રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો છે. તાપમાનમાં અચાનક 4 થી 6 ડિગ્રી ઘટાડો નોંધાયો છે. ત્યારે 8.6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે.
મળતી માહિતી અનુસાર ગુજરાતમાં આગામી 48 કલાક સુધી હજી પણ કાતિલ ઠંડી યથાવત રહેશે. નલિયામાં પણ તાપમાન સતત ઘટી રહ્યું છે. ઠંડીની સાથે પવનો ફૂંકાવાના કારણે લોકો ઠુંઠવાયા હતા. 8.6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. તો અમદાવાદનું લઘુતમ તાપમાન 14.3 ડિગ્રી નોંધાયું છે. રાજ્યના મોટા ભાગના શહેરના લઘુતમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહ્યું છે.
આ પણ વાંચો: ફિલિપાઈન્સમાં યુએસ આર્મીનું પ્લેન ક્રેશ, અકસ્માતમાં 4 લોકોના મોત