હવામાન વિભાગની આગાહી, તાપમાન વધે તેવી શક્યતા
અમદાવાદઃ હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી સામે આવી છે. રાજ્યમાં 7 દિવસ સૂકું વાતાવરણ રહેશે. ત્યારબાદ આગામી 3 દિવસ તાપમાન યથાવત્ રહેશે. જો કે, 1 ડિગ્રી તાપમાન વધી શકે છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી કરતા જણાવ્યુ છે કે, ‘2 દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો આવશે. ઉત્તરીય પવન ફૂંકાતા તાપમાન ઘટતા ઠંડી વધશે. હાલ વડોદરામાં સૌથી ઓછું 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ 16.1 અને ગાંધીનગર 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.’
તેમણે વધુમાં જણાવ્યુ છે કે, ‘રાજ્યમાં મોટાભાગના સ્થળે 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. હાલ ક્યાંક 1 ડિગ્રી તાપમાન વધી શકે છે. બાદમાં ઉત્તરીય પવન આવતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 2 ડિગ્રી તાપમાન ઘટશે. રાજ્ય પર હાલ વેસ્ટર્ન ડિટર્બન્સની અસર જોવા મળી છે.’