January 17, 2025

અંબાલાલ પટેલની મોટી આગાહી, જુલાઈના અંતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ

અમદાવાદઃ છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામી ગયો છે. ત્યારે વરસાદ અંગે અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી સામે આવી છે. જુલાઈના અંતમાં ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જામશે.

તેમણે વધુમાં જણાવ્યુ છે કે, ‘18 તારીખથી બંગાળના ઉપસાગરમાં મોટી સિસ્ટમ સર્જાશે. 26થી 28 જુલાઈ સુધી ગુજરાતમાં મુશળધાર વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા પણ છે.’

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, મેઘરાજા ભૂક્કા બોલાવશે

તેઓ આગળ કહે છે કે, ‘સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હાલ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે અને ચોમાસાની ધરી ઉત્તર-પૂર્વીય દિશામાં જશે. હાલ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.’