December 29, 2024

આગામી દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય તેવી શક્યતાઃ અંબાલાલ પટેલ

અમદાવાદઃ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. આગામી દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી ચાલુ થવાની શક્યતા વ્યક્ત કરી છે. તો બીજી તરફ હવામાન વિભાગે પણ અમુક વિસ્તારમાં વરસાદ પડે તેવી શક્યતા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યુ છે કે, ‘ગાજવીજ અને આંધી વંટોળ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે. 12થી 16 તારીખ દરમિયાન મધ્ય, ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. ઠંડી સાથે પવનની ગતિમાં વધારો થશે. અરબ સાગરમાં ભેજનાં કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે.’

આ પણ વાંચોઃ પીટી જાડેજાની વાયરલ ઓડિયો અંગે સ્પષ્ટતા, કહ્યુ – સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ

હવામાન વિભાગે રાહતભરી આગાહી કરી છે. જેમાં આગામી 6 દિવસમાં રાજ્યમાં વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓ જણાવે છે કે, ‘દક્ષિણી રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થવાને કારણે વાતાવરણમાં પરિવર્તન આવશે. તેને કારણે તાપમાન ઉંચુ જાય તેવી શક્યતા નથી. જ્યાં વરસાદ રહેશે ત્યાં તાપમાનમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાશે.’

આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી – આગામી 6 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા

વરસાદની આગાહી વિશે વાત કરતા તેઓ કહે છે કે, ‘ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મધ્ય ગુજરાતમાં ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હળવો વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથમાં પણ હળવો વરસાદ વરસવાની શક્યતા છે. આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ વરસાદ પડે તેવી સંભાવના છે.’