December 27, 2024

પશ્ચિમી વિક્ષેપ નહીં આવે ત્યાં સુધી ઠંડી પડવાની શક્યતા ઓછીઃ અંબાલાલ પટેલ

ગાંધીનગરઃ ગુજરાતમાં બદલાતા વાતાવરણને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યુ છે કે, ‘જ્યાં સુધી પશ્ચિમી વિક્ષેપ નહીં આવે ત્યાં સુધી બર્ફીલી ઠંડી પડવાની શક્યતાઓ ઓછી છે.’

આ વખતે મેરેટીડિયન સી માંથી મજબૂત સિસ્ટમ આરંભ દેશમાંથી નહીં આવે તો હિમાલયના ભાગોમાં હિમચાદર નહીં બને. ઉનાળામાં ગરમી પડતા ગ્લેશિયર પીગળતા હિમાલયમાંથી નિકળતી નદીઓમાં જળસ્તર પર અસર થઈ શકે છે. મજબૂત પશ્ચિમી વિક્ષેપ નહીં આવે તો ભારતના ચોમાસા પર તેની વિપરીત અસર થઈ શકે છે.

ભારતના ચોમાસા પર બનતા વરસાદના ગર્ભ ઉપર તેની અસર માઠી રહેતા ચોમાસામાં વરસાદ ઓછો થઈ શકે તેમ છે. હાલ તેવું કહેવું ઉચિત નથી. માગશર માસમાં વાદળો રહે, પોષ માસમાં હિમ પડવો જોઈએ, મહા માસમાં વાદળો જોઈએ. ચિંતાની વાત એ છે કે, આ વખતે પશ્ચિમી વિક્ષેપો નબળા આવી રહ્યા છે. જેના કારણે ઠંડી સવારના ભાગમાં રહે છે અને દિવસ વધતા તાપમાનમાં વધારો થાય છે.

હજુ પણ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા સહિત પંચમહાલના ભાગમાં તાપમાન ઓછું રહેશે. સવારના સમયે ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી કે તેથી ઓછું રહી શકે. 28 નવેમ્બરથી ન્યૂનતમ તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા છે. મહત્તમ તાપમાનમાં ઘટાડો થાય જેથી ઠંડીની અસર ઓછી જોવા મળશે. કચ્છના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી હોય છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન ઘટી શકે અને ન્યૂનતમ તાપમાન વધી શકે છે.

ડિસેમ્બર માસની શરૂઆતમાં ક્યાંક અંશે વાદળો રહેતા ઠંડીમાં ઘટાડો થશે. પરતું બર્ફીલા પવનોના કારણે ઠંડી અનુભવાય શકે છે. ડિસેમ્બર માસમાં રાજ્યના કેટલાક ભાગોમાં છાંટા કે વરસાદ થઈ શકે છે. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહે છે. 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતાઓથી ઠંડીને વેગ મળે છે.

રાજ્યમાં હાડ થીજવતી ઠંડી ધીમે ધીમે પડશે. 27 ડિસેમ્બર બાદ આકરી હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતાઓ રહેશે. ડિસેમ્બર માસમાં ઉત્તર ગુજરાત, રાજસ્થાન સરહદના ભાગો અને પંચમહાલ, સાબરકાંઠાના ભાગોમાં વાદળછાયું અથવા વરસાદી ઝાપટાં પડી શકે તેમ છે. 27 નવેમ્બરથી 30 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં ડિપ ડિપ્રેશન બનાવની શક્યતા છે. આ ઉપરાંત આ ડિપ ડિપ્રેશન કદાચ વાવઝોડું બની શકે તેમ છે. આ ઉપરાંત વાવાઝોડાની અસરના કારણે અરબ સાગરમાં લો પ્રેશર બની શકે તેમ છે.