રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી, પાંચ શહેરનું તાપમાન 10 ડિગ્રી નીચે ગયું
અમદાવાદઃ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત્ જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં હાડ થીજવતી ઠંડીએ હાહાકાર મચાવ્યો છે. જ્યારે રાજ્યના પાંચ શહેરનું તાપમાન 10 ડિગ્રી કરતા નીચું નોંધાયું છે.
રાજ્યમાં સૌથી ઓછું તાપમાન અમરેલીમાં 8.2 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 12.2, ગાંધીનગરમાં 11.8 ડિગ્રી તો નલિયામાં 09.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ડીસામાં 11.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 14.5 ડિગ્રી, વડોદરામાં 17.2 ડિગ્રી, સુરતમાં 16.3 ડિગ્રી, ભુજમાં 11.2 ડિગ્રી, કંડલામાં 09.6 ડિગ્રી, દ્વારકામાં 15.7 ડિગ્રી, ઓખામાં 19.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ ઉપરાંત પોરબંદરમાં 10.8 ડિગ્રી, વેરાવળમાં 14.3 ડિગ્રી, રાજકોટમાં 09.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 11.8 ડિગ્રી, મહુવામાં 14.3 ડિગ્રી, કેશોદમાં 09.6 ડિગ્રી, ભાવનગરમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.